Advertisement

સુરજકરાડીમાં યુવાનના ખિસ્સામાંથી ત્રણ યુવતી સહિત ચારે ઝૂંટવ્યો મોબાઈલ

જામનગર તા. ૨૧ઃ દ્વારકામાં રહેતા એક યુવાનને સુરજકરાડીમાં ત્રણ યુવતી તથા એક શખ્સે રોકી લઈ ગાળો ભાંડયા પછી ઝઘડો કર્યો હતો અને પતાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે એક યુવતીએ આ યુવાનના ખિસ્સામાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ભોગ બનનાર યુવાને ચારેય સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દ્વારકા શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતાં સલીમ ઈશાકભાઈ મોખા ઉર્ફે સલીયા ઉર્ફે ગુચ નામના યુવાનને ગઈ તા. ૧૨ના દિને ઓખામંડળના સુરજકરાડીમાં ત્રણ મહિલા સહિત ચારે ઘેરી લીધો હતો.

આ યુવાનને ભીમરાણા ગામની રેશ્મા ઈબ્રાહિમ પલેજા, રૃકસાના ઈબ્રાહિમ પલેજા તેમજ સુરજકરાડીની ઝરીના ઈબ્રાહિમ પલેજા તથા ભરત રાણા કેર નામના વ્યક્તિએ રોકી ગાળો ભાંડયા પછી ઝઘડો કર્યો હતો.

હેબતાઈ ગયેલા સલીમ મોખાના ખીસ્સામાંથી રેશ્મા ઈબ્રાહિમે વીવો કંપનીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. આ બાબતની સલીમે ગઈકાલે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ૨૯૪(ખ) હેઠળ ગુન્હો નોંધ્યો છે. ચારેય આરોપીની ધરપકડ કરવા તજવીજ કરવામાં આવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit