હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનના અભાવે મૃત્યુના કેઈસમાં જવાબદારો સામે પગલા ભરો

જામનગર તા. ૪ઃ જામનગરની સરકારી, ખાનગી કોવિડ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા, બાટલાના અભાવે દર્દીનું મૃત્યુ થાય તો જવાબદારો સામે ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી કરવા માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે.

જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટર વકીલ આનંદ ગોહિલએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના અધ્યક્ષને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, કોરોનાની બીજી લહેરમાં અસંખ્ય દર્દીઓ દરરોજ મૃત્યુ પામી રહ્યા છે. જેમાં  કયાંક ખાનગી-સરકારી હોસ્પિટલ જવાબદાર તંત્રની બેદરકારી હોવાનું ફલીત થાય છે, મૃત્યુનો સાચો આંકડો જાહેર થતો નથી. તેવી જ રીતે પોઝિટિવ કેઈસ પણ દરરોજ વધી રહ્યા છે. ઓક્સિજનના બાટલા વગેરેના અભાવે કયારેક દર્દીઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે. એવું પણ જાણવા મળે છે કે હોસ્પિટલમાં ઓક્સિજન બંધ કરી દેવાની ઘટના બનતી હોવાનું પણ જાણવા મળે છે. જો તંત્રની બેદરકારીના કારણે કોઈ દર્દી મૃત્યુ થાય તો જવાબદાર સામે ગુન્નો દાખલ કરી કાનૂની રાહે પગલા લેવા જોઈએ.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit