Advertisement

દેશમાં સવાસો દિવસે સૌથી ઓછા ૩૦,૦૯૩ કોરોનાના કેસ નોંધાયાઃ ર૪ કલાકમાં ૩૮૪નો ભોગ

રિકવરી રેટ ૯૭.૩૭ ટકાઃ ૪૧ કરોડથી વધુનું વેક્સિનેશન

નવી દિલ્હી તા. ર૦ઃ દેશમાં ૧રપ દિવસ પછી ર૪ કલાકમાં કોરોનાના ૩૦,૦૯૩ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૩૮૪ મૃત્યુ થયા છે, જ્યારે રિકવરી રેટ ૯૭.૩૭ ટકાએ પહોંચ્યો છે.

ભારતમાં ૧રપ દિવસ પછી પહેલીવાર કોરોના વાઈરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. એટલું જ નહીં, કોરોનાના ઈલાજ દરમિયાન દર્દીઓની સંખ્યા પણ ૧૧૭ દિવસ પછી નીચલા સ્તરે આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા આંકડાઓ અનુસાર દેશભરમાં કોરોનાના ૩૦,૦૯૩ નવા કેસ સામે આવ્યા છે, તો એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને ૪,૦૬,૧૩૦ થઈ છે. કોરોનાથી સાજા થવાનો દર પણ વધીને ૯૭.૩૭ ટકા પહોંચી ગયો છે. છેલ્લા ર૪ કલાકમાં કોરોનાથી ૪પ,રપ૪ લોકો સાજા થયા છે, તો હવે એક્ટિવ કેસના કુલ ૧.૩૦ ટકા જ મામલા બાકી રહ્યા છે. આ દરમિયાન કોરોનાને કારણે ૩૮૪ લોકોના જીવ ગયા છે. આ સાથે દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારાનો આંકડો ૪,૧૪,૪૮ર નો થયો છે. અગાઉ કોરોનાના દૈનિક કેસ ૩૦,૦૦૦ નીચે ૧૬ માર્ચે આવ્યા હતાં.

જો કે, સોમવારે કેસ એટલા માટે ઓછા નોંધાય છે કે રવિવારે તપાસ ઓછી થતી હોય છે. તો બીજી તરફ રસીકરણ પણ પૂરજોશમાં ચાલુ છે અને ત્યાર સુધીમાં ૪૧.૧૮ કરોડ લોકોને કોરોનાની વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. સતત ર૯ મા દિવસે કોરોનાના દૈનિક સંક્રમણનો દર ૩ ટકાથી પણ નીચો રહ્યો છે.

સોમવારે આ આંકડો ૧.૬૮ ટકા હતો, તો સાપ્તાહિક સંક્રમણનો દર પણ પ ટકાથી નીચે રહ્યો છે અને તે ર.૦૬ ટકા રહ્યો છે. દેશભરમાં કેસ ઘટે છે ત્યારે કેરળમાં વધી રહ્યા છે. એક સપ્તાહમાં ૧૦,૦૦૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit