Advertisement

નગરમાં માર્ગો પર પડેલા ખાડાઓની મરામત કરવા કોંગ્રેસનું કમિશનરને આવેદનપત્ર

જામનગર તા. ૨૦ઃ જામનગરમાં રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડ્યા છે. જેની સત્વરે મરામત કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું.

જામનગરમાં પ્રિમોન્સુન કામગીરીમાં તંત્રએ ઉદાશીનતા દાખવી છે. આથી શહેરમાં અનેક માર્ગો ઉપર ખાડામાં વરસાદી પાણી ભરાયાની ફરિયાદો ઉઠવા પામી હતી. પરિણામે વાહન ચાલકોને હાડમારી ભોગવવી પડી રહી છે. આ કમરતોડ ખાડાની તાકિદના ધોરણે મરામત કરવી જોઈએ. તેવી માંગણી સાથેનું આવેદન આજે કોંગ્રેસ દ્વારા કમિશનરને પાઠવાયું હતું.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના સહારાબેન મકવાણા, રામદેવ ઓડેદરા, જૈનબબેન ખફી, જીગર રાવલ, સાજીદ બ્લોચ વગેરે જોડાયા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit