Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈકમાં બોટલ લઈને જતો શખ્સ ઝબ્બેઃ
જામનગર તા.૧૭ : જામનગરના ઢીંચડા ગામમાં એક મકાનમાંથી એલસીબીએ દારૂની આઠ મોટી બોટલ અને ૩૭ પાઉચ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. આ શખ્સ દારૂ વેચવા માટે રાજસ્થાનથી લાવ્યો હોવાની કબૂલાત મળી છે. જ્યારે સરૂ સેક્શન રોડ પર આવાસ સામેથી બાઈકમાં બે બોટલ લઈ જતાં શખ્સે પોલીસ સમક્ષ સાગરિતનું નામ ઓકી નાખ્યું છે.
જામનગર નજીકના ઢીંચડા ગામમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, કાસમ બ્લોચ, મયુરસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી ગઈકાલે સાંજે એલસીબી સ્ટાફે ઢીંચડામાં પ્રાથમિક શાળા પાસે આવેલા આસીફ આમદ સોઢા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી.
તે મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની આઠ મોટી બોટલ તથા દારૂ ભરેલા ૩૭ પાઉચ મળી આવ્યા હતા. આસીફ સોઢાની અટકાયત કરી એલસીબીએ દારૂનો જથ્થો તેમજ રૂ.ર હજારનો મોબાઈલ ઝબ્બે લીધો છે. આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે રાજસ્થાનના અજમેરમાં આવેલા દિલ્હી ગેઈટ પાસે એક ઠેકા પરથી દારૂનો જથ્થો મેળવ્યાની કબૂલાત કરી છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા સરલાબેન ત્રિવેદી આવાસ પાસે ગઈકાલે રાત્રે સિટી સી ડિવિઝનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં ત્યાંથી જીજે-૧૦-બીએસ ૪૯૫૬ નંબરના બાઈક પર પસાર થતાં જોલીબંગલા નજીકના કાનાનગરવાળા નરેન્દ્ર ભગવાનજી દામા નામના શખ્સને શકના આધારે રોકાવી તલાશી લેવાતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે નરેન્દ્ર દામાની ધરપકડ કરી છે. તેણે પોતાના સાગરિત રણજીતનગરવાળા દશરથસિંહ વનરાજસિંહ જાડેજાનું નામ આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial