Advertisement

તપોવન ફાઉન્ડેશન સંકુલમાં જનરલ સ્પોકન અંગ્રેજીના નિઃશુલ્ક વર્ગનો આરંભ

જામનગર તા. ૨૪ઃ જામનગરના તપોવન ફાઉન્ડેશન સંચાલિત વડીલ વાત્સલ્યધામ ના ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગુરૃપૂર્ણિમાના દિવસે તપોવન ફાઉન્ડેશનના સંકુલમાં જનરલ-સ્પોકન અંગ્રેજીના નિઃશુલ્ક વર્ગનો આરંભ કરવામાં આવ્યો છે.

પૂર્વ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અંગ્રેજીના નિષ્ણાત શિક્ષક રાજનકુમાર શુકલ આ વર્ગનું સંચાલન કરશે.

તપોવન ફાઉન્ડેશનના સ્થાપક રાજેનભાઈ જાની, નરેન્દ્રભાઈ ત્રિવેદી, ધીરૃભાઈ ત્રિવેદી, ટ્રસ્ટી પરેશભાઈ જાની, રાજનભાઈ શુકલ, ગંગાજળા વિદ્યાલયના આચાર્ય કેતનભાઈ સાગઠીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી નિઃશુલ્ક વર્ગનો આરંભ કરાવ્યો હતો.

તપોવન ફાઉન્ડેશનની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના શિક્ષકો, પ્રોફેશનલ તથા વિદ્યાર્થીઓને આ વર્ગનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગતો માટે પરેશભાઈ જાની (૯૮૭૯૫ ૧૦૭૫૪), રાજનભાઈ શુકલ (૯૩૨૮૬ ૦૧૮૧૦), જયંતિભાઈ પટેલ, (૯૫૧૨૨ ૦૦૫૧૬) નો સંપર્ક કરવો.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit