Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(શહેરમાં હોટલ કે રેસ્ટોરામાં ભોજન કરો એ પહેલાં જાણો તમારાં કાયદાકીય હક અને સુરક્ષા)
હવે શહેરી જીવનશૈલીમાં બહાર ભોજન કરવું સામાન્ય થઈ ગયું છે. મલ્ટીક્યુઝિન રેસ્ટોરાથી લઈ રોડસાઈડ ખાવાની લારીઓ સુધી બધે ભીડ હોય છે. પરંતુ શું એ ભોજન સ્વચ્છ છે? કાયદેસર છે? એ જાણવું દરેક નાગરિકનો હક છે.
ભારતનો *ખોરાક સુરક્ષા અને ગુણવત્તા ધોરણ અધિનિયમ, ૨૦૦૬* એ દેશના દરેક ખાધપદાર્થ અંગે કડક નિયમો નક્કી કરે છે.
કાયદા મુજબ ખાદ્ય સેવા આપતી સંસ્થા શું કરવું ફરજિયાત છે?
ખોરાક સુરક્ષા અને ધોરણ અધિનિયમ, ૨૦૦૬ (એફએસએસ એક્ટ, ૨૦૦૬) એ ભારતમાં દરેક ખાદ્ય વ્યવસાય માટે નિયમો નક્કી કરે છે જેમાં નાના ખાવાના ઠેલાવાળા, મીઠાઈની દુકાનો, વાનગીઓના રાંધણઘરો, લારી-ગલ્લા, કેફે, હોટલ કે પ્રસાદ આપતી સંસ્થાઓ બધાં આવરી લેવામાં આવે છે. એટલે માત્ર શહેર કે મહાનગરો નહીં, પણ છોટા નગરો અને ગામડાંમાં પણ આ કાયદો બરાબર લાગુ પડે છે.
૧. એફએસએસએઆઈ લાઇસન્સ/નોંધણી
પ્રત્યેક ખાદ્ય વ્યવસાયિક કે સેવાપ્રદાતા માટે એફએસએસએઆઈ લાઇસન્સ કે નોંધણી ફરજિયાત છે, જે ખોરાકની ગુણવત્તા, સલામતી અને વ્યવસાયની કાયદેસર માન્યતા દર્શાવે છે.
(૦) નાના વેપારીઓ (રોજની આવક ૨૧૨ લાખથી ઓછી હોય તો) માટે નોંધણી જરૂરી છે.
(૦) મધ્યમ અને મોટા વ્યવસાય માટે લાઇસન્સ ફરજિયાત છે.
(૦) ગ્રાહકને લાઇસન્સ નંબર દર્શાવવો પણ ફરજિયાત છે જે ઘણીવાર બીલ, રસીદ કે ધંધાની સ્થળે બતાવવામાં આવતો હોય છે.
(૦) કોઈપણ ગ્રાહક એ લાઇસન્સની નકલ માંગવાનો અધિકાર ધરાવે છે.
૨ સ્વચ્છતા અને ખાદ્ય સલામતીના ધોરણો
ખાદ્ય વ્યવસાયીકોએ નીચે જણાવેલ ફૂડ હાઈજિન અને સલામતીનાં ધોરણોનું પાલન કરવું ફરજિયાત છે.
(૦) રસોડું અથવા ખોરાક તૈયાર થતી જગ્યા મકાનની અંદર અથવા લારી પર પૂર્ણ રીતે સાફસુથરી હોવી જોઈએ.
(૦) કામદારો પાસે હાઈજિન ધરાવતાં કપડા હોવા જોઈએ, માથું ઢાંકલું હોવું જોઈએ અને તેમના હાથ પગ ધોયેલા હોવા જોઈએ.
(૦) પાણી પીવાનું અને રસોઈમાં વપરાતું પાણી આરોગ્યદાયક હોવું જરૂરી છે.
(૦) ખોરાક તાજું હોવો જોઈએ. બાસી ભોજન, પુનઃઉપયોગ કરાયેલું તેલ, કે ફંગસ-ગ્રસ્ત પદાર્થોનું વેચાણ કરવું કાયદેસર અપરાધ છે.
(૦) ખોરાક તૈયાર કરતી જગ્યા પર જીવજંતુમુક્ત વ્યવસ્થા હોવી ફરજિયાત છે.
૩. ફૂડ સેફટી ચેક અને ગ્રેડિંગ પદ્ધતિ
એફએસએસએઆઈ (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના અધિકારીઓ સમયાંતરે આ સેવાઓની તપાસ માટે સ્થળ મુલાકાત લે છે અને નમૂનાઓ પણ લાવે છે.
(૦) ખાસ કરીને મોટા પરિવહનના માર્ગો કે યાત્રા સ્થળો પાસેના ઢાબા અને હોટલોમાં નિયમિત ચેકિંગ થવું આવશ્યક ગણાય છે.
(૦) હવે કેટલાંક નગરોમાં ફુડ હાઈજિન રેટિંગ પદ્ધતિ અમલમાં આવી રહી છે જેમાં એ/બી/સી/ડી/ઈ જેવી શ્રેણીઓ આપવામાં આવે છે જે ગ્રાહકો માટે માર્ગદર્શક બની શકે છે.
ગ્રાહકોના અધિકાર અને ફરિયાદ કરવાની વિધિસંમત રીત
જો કોઈને બાસી ભોજન, ગંદકી, કે અશુદ્ધતાવાળો ખોરાક મળે, તો તેનું મૌન સ્વીકારવું જરૂરી નથી. કાયદા હેઠળ ગ્રાહકોને ફરિયાદ કરવા માટે નીચે પ્રમાણેના વિકલ્પો ઉપલબ્ધ છેઃ
૧. ફૂડ સેફટી હેલ્પલાઇનઃ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૨૧૦૦
અહીં ફોન કરીને કે ઈમેઈલ મોકલીને તમારા શહેર કે જિલ્લા ફૂડ ઇન્સ્પેકટરને ફરિયાદ મોકલી શકાય છે.
૨ ફોસકોરીસ મોબાઇલ એપ્લિકેશન
એફએસએસએઆઈ દ્વારા વિકસિત ઓસકોરીસ એપ એ પ્લેટફોર્મ છે જ્યાં તમને મળેલ ભોજનના ફોટા અને માહિતી અપલોડ કરીને સીધું ફરિયાદ કરી શકાય છે. ગુગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર બંને પર ઉપલબ્ધ છે.
૩. રાજ્ય ફૂડ સેફટી કમિશનર સાથે સીધો સંપર્ક
ગુજરાતના મામલામાં, ફૂડ સેફટી કમિશનર-ગાંધીનગરના કચેરી સાથે લેખિત ફરિયાદ મોકલી શકાય છે. તેમની અધિકૃત વેબસાઈટ પરથી સંપર્ક વિગતો મળવી સહેલી છે.
૪. ગ્રાહક ફોરમમાં વાંધો દાખલ કરવો
જો ખોટા ખોરાકથી આરોગ્યને નુકસાન થયું હોય, તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ હેઠળ ગ્રાહક ન્યાય મંચમાં તમારું નુકસાન વસૂલ કરવાની ફરિયાદ કરી શકાય છે.
ઓનલાઈન ફરિયાદ માટે ર્ષ્ઠહજેદ્બીરિીઙ્મૅઙ્મૈહી.ર્ખ્તદૃ.ૈહ
કાયદાકીય કાર્યવાહી અને દંડઃ ખોરાકના ધોરણોનું ઉલ્લંઘન કરનારા માટે એફએસએસ એક્ટ, ૨૦૦૬ હેઠળ ખૂબ ગંભીર દંડ અને સજાની જોગવાઈ છે.
(૦) નાની ભૂલ માટે પણ ૨૫૦,૦૦૦ સુધીનો દંડ લાગી શકે છે.
(૦) ઘાતક / જોખમી ખાદ્ય વેચનાર પર ૩,૦૦,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે.
(૦) જો ગ્રાહકના આરોગ્યને ગંભીર નુકસાન થાય, તો કાલમ ૫૯ હેઠળ ૬ મહિનાથી લઈને ૫ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
અંતિમ મેસેજ
હોટલ કે લારી કે રસોડું કોઈ પણ હોય, ખોરાક શુદ્ધ અને કાયદેસર હોવો એ નાગરિક હક છે. ખોરાકમાં મળેલી ગંદકી અથવા બેદરકારીને સહન કરવી જરૂરી નથી - એ તમારા આરોગ્ય અને કાયદાની બંને સાથેની ગદ્દારી છે.
ખોરાક માત્ર સ્વાદ કે સરસ પ્લેટિંગથી ન તોલવાય એના પાછળ સ્વચ્છતા, યોગ્ય લાઇસન્સ અને કાયદેસર પદ્ધતિઓ પણ જરૂરી છે.
દરેક નાગરિક પાસે એવો પાવર છે કે તે કાયદાના આધારથી માહિતી માંગે તેમજ ફરિયાદ કરે અને જરૂર પડે તો નુકસાની માટે વળતર માંગે.
ધ્વનિ લાખાણી, એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial