Advertisement

કૃષિ કાયદાઓના વિરોધમાં ભારત બંધઃ ઠેર-ઠેર ટ્રાફિક જામ

ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં વધુ અસર જોવા મળીઃ વાહનવ્યવહાર ખોરવાયોઃ જનજીવન પ્રભાવિતઃ

નવી દિલ્હી તા. ર૭ઃ ખેડૂત સંગઠનો દ્વારા કરાયેલા 'ભારત બંધ'ના એલાનની વ્યાપક અસરો થઈ છે. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ દિલ્હી-અમૃતસર હાઈ-વે બ્લોક કર્યો છે, દિલ્હી-એનસીઆરમાં ટ્રાફિક જામથી હાલત ખરાબ થઈ છે. યુ.પી. બિહાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ભારત બંધની વ્યાપક અસરો થઈ છે.

ત્રણ કૃષિ કાયદા વિરૃદ્ધ દિલ્હીની સરહદો પર ચાલી રહેલા આંદોલન વચ્ચે ર૭ સપ્ટેમ્બરે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા વતી આ બંધને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ડઝનેક દળોએ ટેકો આપ્યો છે. ખેડૂતનેતા વિજેન્દરસિંહ રતિયાએ રવિવારે ટિકરી બોર્ડર પર કહ્યું હતું કે, ર૭ સપ્ટેમ્બરે સમગ્ર ભારત બંધ રહેશે. હરિયાણા, પંજાબ, દિલ્હી સહિત ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આ બંધની વધુ અસર જોવા મળી છે. દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર ભારે ટ્રાફિક જામ થયો છે.

ભારતીય કિસાન યુનિયન ઉગ્રાહાંના સભ્યોએ પટિયાલા નજીકના ઢાબલાન ગામમાં ખેડૂતોના ભારત બંધ દરમિયાન રેલવે-ટ્રેકને બ્લોક કર્યો છે. બિહારમાં ડાબેરીઓ સાથે મહાગઠબંધન, આરજેડી અને કોંગ્રેસ પણ ભારત બંધને ટેકો આપી રહ્યા છે. જેમાં મહાગઠબંધન દ્વારા બિહારને લગતા પ્રશ્નો પણ ઉમેરવામાં આવ્યા છે. જેમ કે રોજગારીના વચનનો પ્રશ્ન, યોજનાઓમાં કૌભાંડનો પ્રશ્ન, જાતિ વસતિગણતરીનો પ્રશ્ન વગેરે. આજે સવારથી આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. આંદોલનકારીઓ વાહનવ્યવહાર ખોરવી રહ્યા છે.

આરજેડી એ ભારત બંધનું સમર્થન કર્યું છે. પાર્ટી કાર્યકરોએ રસ્તા પર ટાયરો સળગાવીને કેન્દ્ર સરકાર વિરૃદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. ભારત બંધ દરમિયાન ખેડૂતોએ મુખ્યત્વે દિલ્હી, યુપી અને હરિયાણામાં પોતાનું પ્રદર્શન તેજ કર્યું છે. ખેડૂતોએ દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર, શંભુ બોર્ડર બ્લોક કરી છે, જ્યારે દિલ્હી-અમૃતસર, દિલ્હી-અંબાલા સહિત અન્ય ઘણાં રસ્તાઓ પણ ખેડૂતોએ બંધ કરી દીધા છે. ખેડૂતોના વિરોધને જોતા દિલ્હી મેટ્રોએ પંડિત શ્રી રામ શર્મા સ્ટેશનની એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દીધી છે.

બંધના એક દિવસ પહેલા રવિવારે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, હું ખેડૂતોને વિનંતી કરૃ છું કે તેઓ આંદોલન છોડીને વાતચીતનો માર્ગ અપનાવે. સરકારે તેમને કહ્યું હતું કે, કૃષિ કાયદા બાબતે તેમના વાંધાને ધ્યાનમાં લઈને એના પર વિચાર કરવા માટે સરકાર તૈયાર છે. આ વિશે પહેલા પણ ઘણી વખત વાત થઈ ચૂકી છે. આ પછી પણ તેમને લાગે છે કે જો કોઈ મુદ્દો બાકી છે તો સરકાર ચોક્કસપણે એનો અમલ કરશે.

ભારત બંધને જોતા ખેડૂતોએ દિલ્હી-અમૃતસર નેશનલ હાઈ-વે બ્લોક કર્યો હતો. વિરોધને જોતા દિલ્હી ટ્રાફિક-પોલીસે ગાઝીપુર બોર્ડર બંધ કરી દીધો. ખેડૂતોએ શંભુ બોર્ડર પર ટ્રાફિકજામ કર્યો. અન્ય સમાચારો પણ છે.

સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ૪૦થી વધુ ખેડૂત સંગઠનોનું ભારત બંધ આંદોલન સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. ખેડૂતોના ભારત બંધને લગભગ એક ડઝનથી વધુ રાજકીય પક્ષોએ સમર્થન કર્યું છે. બંધને જોતા દિલ્હી, યૂપી અને હરિયાણામાં પોલીસ એલર્ટ પર છે.

કૃષિ કાયદા વિરૃદ્ધ બોલાવવામાં આવેલા ભારત બંધને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોના અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે. પરંતુ શોષણકાર સરકારને આ પસંદ નથી.

ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતએ કહ્યું કે એમ્બુલેંસ, ડોક્ટર અથવા ઇમરજન્સી સ્થિતિમાં પસાર થનાર લોકો જઇ શકે છે. અમે કશું જ સીલ કર્યું નથી, અમે ફક્ત એક સંદેશ મોકલવા માંગીએ છીએ.

અમે દુકાનદારોને અપીલ કરીએ છીએ કે તે પોતાની દુકાનો અત્યારે બંધ રાખે અને સંજે ૪ વાગ્યા પછી જ ખોલે, બહારથી અહીં કોઇ ખેડૂત આવી રહ્યા નથી.

દિલ્હી ટ્રાફિક પોલીસએ ટ્વીટ કરીને જણાવ્યું કે 'ખેડૂત સંગઠનો તરફથી બોલાવવામાં આવેલા ભારત બંધને ધ્યાનમાં રાખતાં ઉત્તર પ્રદેશથી દિલ્હીના ગાજીપુર તરફથી જનાર ટ્રાફિક મૂવમેંટને રોકી દેવામાં આવી છે.

ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત યૂનિયન દ્વારા આહૂત ભારત બંધને જોતા દિલ્હી પોલીસે પહેલાં રાષ્ટ્રીય રાજધાનીની બોર્ડર પર પ્રેટ્રોલિંગ વધારી દીધું છે અને વધારાના પોલીસકર્મીઓ ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશ અને હરિયાણાની પોલીસ પણ એલર્ટ પર છે.

દિલ્હીની તરફ આવનાર તમામ ટ્રાફિક વાયા મહારજપુર, સીમાપુરી, તુલસી નિકેતનથી થઇ આગળ મોકલવામાં આવશે. લોની બોર્ડર તરફ અને આજથી દિલ્હી તરફ જનાર સમસ્ત ટ્રાફિકને વાયા લોની તિરાહા, ટીલા મોડ, ભોપુરા થઇને દિલ્હીની તરફ મોકલવામાં આવે. મેરઠ તરફથી આવનાર સમસ્ત ટ્રાફિક પરતાપુર મેરઠથી જ મેરઠ-દિલ્હી એક્સપ્રેસ વે પર વાળી દેવામાં આવશે. મેરઠ તરફથી આવનાર બાકી ટ્રાફિક કાદરાબાદ મોહિદ્દીનપુરથી હાપુડ તરફ મોકલવામાં આવશે. ગાજિયાબાદથી મેરઠ જનાર તમામ ટ્રાફીક મુરાદનગર ગંગનહરથી નિવાડી તરફ મોકલવામાં આવશે. યૂપી પોલીસના અનુસાર સોમવારે હાપુડ અને ગાજિયાબાદથી પેરિફેરલ વે પર ટ્રાફિક ચઢશે નહી. લોકો ડાસના અથવા નોઇડા થઇને પોતાની મંજિલ પર જઇ શકશે. તો બીજી તરફ નોઇડાથી આવનાર ટ્રાફિક ગાજિયાબાદ તરફથી ઉતરીને એનએચ-૯ થઇને પોતાની મંજિલ પર પહોંચી શકશે.

જૂના બસ અડ્ડા તરફથી આવનાર તમામ ટ્રાફિક આરડીસી ફ્લાઇ ઓવરથી ઉતરીને જમણી તરફ વળીને વાયા આરડીસી, હિંટ ચોક, આલ્ટ સેંટર, વિજળી ઘર, એનડીઆરએફ થઇને હાપુડ તરફ જઇ શકશે.  મેરઠ તરફથી આવનાર ટ્રાફિક પેરિફેરલ વે ચઢી શકશે નહી. તેમણે વાયા એએલટી ચોક, મેરઠ તિરાહા થઇને પોતાની મંજિલ તરફ જવું પડશે. દુહાઇથી કોઇપણ વાહન પેરિફેરલ વે દ્વારા ડાસના તરફ જઇ શકશે નહી.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit