Advertisement

જામનગરના ૮૦ યોગ ટ્રેનરને રાજયમંત્રીના હસ્તે પ્રમાણપત્રો અપાયા

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરોની તાલીમ શિબિરના જામનગરમાં શિબિરાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે યોગ ટ્રેનર અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા હતાં. આ તકે મંત્રીએ ગુરૃપૂર્ણિમાની શુભકામના સાથે યોગની મહત્તાવિષે અને વર્તમાન આહારવિહારની સ્થિતિ તથા યોગ ટ્રેનરો દ્વારા વધુને વધુ લોકોને યોગ શીખવાડી નીરોગી જીવન તરફ અગ્રેસર બનાવવા માટેની અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કોર્પોરેટર ક્રિષ્નાબેન સોઢા, આશાબેન રાઠોડ, પાર્થભાઈ જેઠવા, પૃથ્વીરાજસિંહ ઝાલા, મુકેશભાઈ માતંગ, નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જેઠવા, જામનગરના યોગ કોચ હર્ષિતાબેન મહેતા, ટ્રેનર ધીરૃભાઈ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં જામનગર શહેરના ૮૦ યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit