Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીએસએ પ્લાન્ટ અંગે યોજાઈ ઓનલાઈન બેઠક

ખંભાળીયા તા. ૧૦ ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને કોરોના વાયરસ કોવિડ-૧૯ અન્વયે ગુગલ મીટના માધ્યમ થકી પીએસએ પ્લાન્ટની કામગીરીની સમીક્ષા બેઠક જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર તેમજ કાર્યપાલક ઈજનેર પીઆઈયુ જામનગર સાથે એક ઓનલાઈન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર ડો. નરેન્દ્ર મીનાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીએસએ પ્લાન્ટ આગામી ઓગસ્ટ મહિના સુધીમાં પૂર્ણ કરવા તથા તે અંગે કરવામાં આવતી ઈલેકટ્રીક કામગીરી, તેની ટાઈમ-લાઈન, કામગીરી અંગે જરૃરી મશીનરી તેમજ ઈમરજન્સી જરૃરિયાત સમયે જરૃરી જનરેટરની વ્યવસ્થા અને કોવિડ-૧૯ અંગે સમીક્ષા કરી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit