Advertisement

ગુજરાત રાજ્યના ૧૧૧ તાલુકાઓમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન નોંધાયો ઓછો-વત્તો વરસાદ

રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં ઓછું વાવેતરઃ સીઝનનો ર૪ .૬૪ ટકા વરસાદ થયો

અમદાવાદ તા.ર૧ઃ છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૧૧૧ તાલુકાઓમાં ઓછો-વત્તો વરસાદ નોંધાયો છે. આવતીકાલથી દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં જળબંબાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં ૧૧૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત આવતીકાલે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાંયું વાતાવરણ સર્જાયું છે, પરંતુ વરસાદ શહેરમાં સતત ખેંચાતો જાય છે. હજી આગામી ચાર-પાંચ દિવસ અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતાઓ દેખાતી નથી.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં ૧૧૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં રપ તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ૧પ મી.મી. નોંધાયો છે. તે સિવાય નવસારીના ચીખલીમાં ૬ મી.મી. વરસાદ થયો છે. આજે સવારે દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં પણ ર મી.મી. વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ર૪.૬૪ ટકા વરસાદ થયો છે. ગત્ વર્ષે ૧૮ જુલાઈ સુધી રાજ્યમાં ૩૬ ટકા વરસાદ થયો હતો. ગત્ વર્ષની સરખામણીએ ૧૩ ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં ૩૯ ટકાની ઘટ છે. રાજ્યમાં ૩૩ માંથી ૩ર જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. તાપીમાં સરેરાશથી ૭૩ ટકા, ગાંધીનગરમાં ૬૯ ટકા તો દાહોદમાં ૬૧ ટકા વરસાદની ઘટ છે. ૯ જિલ્લાઓમાં વરસાદની પ૦ ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લા ૬ વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઈમાં સૌથી ઓછો વરસાદ છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ

સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો કુલ ર૪.૬૪ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની આ વર્ષની સીઝનનો કુલ ર૪.૬૪ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ ર૬.૭૦ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીની સીઝનનો ૧૮.૯૩ ટકા, મધ્ય ગુજરાતમાં ર૦.૮૪ ટકા, સૌરાષ્ટ્રમાં ર૩.૮ર ટકા, દક્ષિણ ગુજરાતમાં ર૪.૬૪ ટકા જેટલો વરસાદ થયો છે. તે ઉપરાંત રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૧૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮.૧૪ ઈંચ વરસાદ થયો છે.

ચોમાસાની સીઝનમાં જે સરેરાશ વાવેતર થાય છે એની સામે કુલ ૪૬.૮૦ લાખ હેક્ટર જમીનમાં એટલે કે પપ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. એ ગત્ સીઝનમાં થયેલા વાવેતરની સામે ૧.૯૧ લાખ હેક્ટર વિસ્તાર જેટલું ઓછું વાવેતર થયું છે. ધાન્યની વાત કરીએ તો ર૬ ટકા, કઠોળ પ૩ ટકા, કપાસનું ૭ર ટકા વાવેતર થયું છે.

હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે, તો વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીરસોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે.

જળાશયોમાં માત્ર ૩૬ ટકા જ જળસંગ્રહ

ગુજરાતના ર૦૬ જળાશયોમાં હાલમાં પાણીનો ર,૦૧,૯૧૮ એમસીએફટી સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના ૩૬.રર ટકા છે. સરદાર સરોવર ડેમનું લેવલ ૧૧પ.૧૬ મીટર છે. જેમાં ૪રર૬.૮૯ એમસીએમ પાણીનો જથ્થો છે. ૮૯૪૭ ક્યુસેક પાણીની આવક સામે ૮૭૯૩ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit