Advertisement

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૩૯૯૮ મૃત્યુઃ ૪૨ હજારથી વધુ કેસઃ ૩૭ હજાર દર્દી રિકવર

મહારાષ્ટ્રના જુના ૩૫૦૯ મૃત્યુ એડજેસ્ટ કરતા

નવી દિલ્હી તા. ૨૧ઃ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૪૨ હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે ૩૯૯૮ મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રના મૃત્યુના જુના ૩૫૦૯નો આંકડો એડજેસ્ટ કરવાથી ચોવીસ કલાકનો મૃતાંક વધ્યો છે.

દેશભરમાં કોરોનાના કેસ અને મોતના આંકડામાં અચાનક ઉછાળો આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૨ હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે નવા ૩૯૯૮ મૃત્યુ નોંધાયા છે. અચાનક આવી ગયેલો આ ઉછાળો ચિંતાનું કારણ છે. કારણ કે ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના ૩૦,૦૯૩ નવા કેસ નોંધાયા હતા અને ૩૭૪ દર્દીઓના મોત નોંધાયા હતા. જો કે, મૃતાંકમાં છેલ્લો વધારો થયો, તેમાં મહારાષ્ટ્રમાં આંકડાઓ એડજેસ્ટ કરાયા, તે કારણભૂત છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૨,૦૧૫ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે ૩,૧૨,૧૬,૩૩૭ થઈ ગયો છે. ગઈ કાલે કોરોનાના નવા ૩૦,૦૯૩ કેસ નોંધાયા છે જે જોતા આટલી મોટી સંખ્યામાં નવા કેસમાં વધારો ચિંતાજનક કહેવાય. એક દિવસમાં ૩૬,૯૭૭ લોકો  કોરોનાથી રિકવર પણ થયા છે. દેશમાં કોરોનાથી કુલ રિકવર થયેલાઓની સંખ્યા ૩,૦૩,૯૦,૬૮૭ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩,૯૯૮ લોકોના મોત થયા છે. આ આંકડો અત્યંત ચોંકાવનારો છે. કારણ કે ગઈ કાલે સરકારી આંકડા મુજબ દેશભરમાં કોરોનાથી કુલ ૩૭૪ મોત નોંધાયા હતા.

આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંક હવે ૪,૧૮,૪૮૦ પર પહોંચી ગયો છે.

ભારતમાં કોરોનાથી થતા મોતનો આંકડો ૩૯ દિવસ બાદ એકવાર ફરીથી ૪ હજાર નજીક પહોંચી ગયો છે. ૨૪ કલાકમાં ૩૯૯૮ દર્દીઓના મોત નોધાયા છે. આ અગાઉ ૧૧ જૂનના રોજ ૩૯૯૬ દર્દીઓના મોત ચોપડે નોંધાયા હતા.

જો કે આ મોતનો આંકડો અચાનક વધવા પાછળનું કારણ મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં જૂના મોતનો આંકડો જોડવાના કારણે મોતની સંખ્યા આટલી વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૪૭ દર્દીઓના મોત થયા છે જ્યારે ૩૫૦૯ જૂના મોતના આંકડાને અપડેટ કરાયો છે. આ અગાઉ બિહારમાં ૯ જૂનના રોજ જૂના મોતના આંકડાનો ઉમેરો થયો હતો ત્યારબાદ દેશમાં દૈનિક મોતનો આંકડો અચાનક ૬૧૩૯ થઈ ગયો હતો.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit