Advertisement

શ્રી દ્વારકાધીશ મંદિર તારીખ ૧૧મી જૂનથી દર્શનાર્થીઓ માટે ખૂલ્લું મૂકાશે

ગુજરાત સરકારની ગાઈડ લાઈનના પાલન સાથે

દ્વારકા તા. ૧૦ઃ દ્વારકાનું વિશ્વ વિખ્યાત જગત મંદિર તા. ૧૧-જૂનથી સવારના ૬.૩૦ વાગ્યાના મંગળા આરતીના દર્શન સાથે દર્શનાર્થીઓ માટે ખૂલ્લું મૂકવામાં આવશે. મંદિર પરીસરના મુખ્ય પ્રવેશદ્વાર પરથી ભાવિકોને એકસાથે પ૦ ની સંખ્યામાં દર્શન માટે પ્રવશે આપવામાં આવશે.

મંદિર પરિસરમાં યાત્રિકોને માત્ર દર્શન માટે જ છૂટછાટ મળશે, અને આખા દિવસની ચાર આરતીમાં યાત્રિકો માત્ર દર્શન કરી શકશે. સંપૂર્ણ આરતી દરમિયાન યાત્રિકોને ઊભા રહેવા દેવામાં આવશે નહીં અને મંદિરમાં યાત્રિકોને પરિક્રમા માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની સૂચના તથા રાજ્ય સરકારના નિયમોને આધિન તા. ૧૧મી જૂનથી મંદિરનો પ્રવેશદ્વાર ખૂલ્લી રહ્યો છે, ત્યારે દ્વારકાવાસીઓ અને ભાવિક ભક્તોમાં શ્રદ્ધા સાથે આનંદની લાગણી પ્રસરી ગઈ છે. આ નિર્ણયના કારણે દ્વારકાના હોટલ ઉદ્યોગને પણ વેપાર-ધંધામાં રાહત મળશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit