Advertisement

જામનગરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા હાપાથી ત્રીજી ઓક્સિજન એક્સપ્રેસનું દિલ્હી પ્રસ્થાન

પાંચ ટેન્કરમાં ૧૦૩ ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજનઃ

જામનગર તા. ૪ઃ વર્તમાન કોરોનાના કપરા કાળમાં ઓક્સિજનની સપ્લાય નિયમિત જળવાઈ રહે તે હેતુથી રેલવેને પણ સેવામાં જોડવામાં આવી છે. આજે હાપા (જામનગર) થી વધુ એક ઓક્સિજન ટેન્ક સામેની ટ્રેન દિલ્હી કેન્ટ માટે રવાના થઈ હતી.

દેશના અલગ અલગ શહેરોમાં ઓક્સિજનનો જથ્થો ઝડપી અને નિયત સમયમાં પહોંચાડવા માટે રેલ સેવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જે અન્વયે અગાઉ હાપાથી બે ટ્રેનો ઓક્સિજન ટેન્કરો સાથે રવાના થયા પછી આજે વધુ એક સ્પેશિયલ ટ્રેન દિલ્હી કેન્ટ માટે રવાના થઈ હતી.

પાંચ ઓક્સિજન ટેન્કરમાં કુલ ૧૦૩.૬૪ ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનો આ જથ્થો રસ્લાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી રવાના થયો હતો અને આ ટ્રેન આજે વહેલી સવારે ૪-૪૦ કલાકે હાપાથી રવાના થઈ હતી. આશરે ૧ર૩૦ કિ.મી.નું અંતર કાપીને આવતીકાલે દિલ્હી કેન્ટ પહોંચશે અને દિલ્હી તથા આજુબાજુના વિસ્તારની કોવિડ કેર હોસ્પિટલમાં દર્દીઓ માટે તેનો ઉપયોગ થશે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit