કોરોનાને ફેલાતો અટકાવવા એકમાત્ર ઉપાય છે સંપૂર્ણ લોકડાઉનઃ રાહુલ ગાંધી

સમાજના કેટલાક તબક્કાને ન્યાય યોજનાના લાભ સાથે

નવી દિલ્હી તા. ૪ઃ સમાજના કેટલાક તબક્કાને ન્યાય યોજનાનો લાભ આપવાની માંગણી કરતા કોંગી નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, કોરોનાને નાથવા સંપૂર્ણ લોકડાઉન જરૃરી છે.

ભારતમાં કોરોના વાઈરસના વધતા સંકટની વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી ભારત સરકારને સલાહ આપી છે. રાહુલ ગાંધીએ મંગળવારના ટ્વિટ કરીને કહ્યું છે કે, અત્યારે કોરોનાની લહેરને રોકવાનો એક માત્ર ઉપાય સંપૂર્ણ લોકડાઉન જ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, કોરોનાને ફેલાતો રોકવાનો એકમાત્ર ઉપાય સંપૂર્ણ લોકડાઉન જ છે, પરંતુ સમાજના કેટલાક તબક્કાને ન્યાય યોજનાના લાભ આપવાની સાથે જ ભારત સરકાર દ્વારા એક્શન ના લેવાતા અત્યારે નિર્દોષ લોકોને સરકાર મારી રહી છે.

રાહુલ ગાંધી અત્યાર સુધી લોકડાઉનના વિરોધમાં પોતાનું મંતવ્ય આપતા આવ્યા છે. ગત્ વર્ષે પણ ભારત સરકારે જ્યારે સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું હતું ત્યારે રાહુલ ગાંધીએ આની ટીકા કરી હતી.

રાહુલ ગાંધીએ એકવાર હવે કહ્યું છે કે, લોકડાઉન ફક્ત કોરોનાની ચેઈનને રોકી શકે છે, તેને ખત્મ ના કરી શકે, જો કે રાહુલ ગાંધી આ વખતે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની વાત કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, દેશ અત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે, જે ઘણી જ ખતરનાક છે. છેલ્લા લગભગ બે અઠવાડિયાથી દેશમાં દરરોજ ત્રણ લાખથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. વચ્ચે આ સંખ્યા ૪ લાખ સુધી પહોંચી ગઈ હતી, જ્યારે અત્યારે દરરોજ સાડાત્રણ હજારથી વધારે મોત નોંધાઈ રહ્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ પણ ર કરોડથી વધારે થઈ ગયા છે. જેમાંથી ૩૦ લાખથી વધારે એક્ટિવ કેસ છે. દેશમાં અનેક રાજ્યો પહેલાથી જ પોતાના સ્તર પર અનેક પ્રતિબંધો લગાવી ચૂકી છે.

હરિયાણામાં સંપૂર્ણ લોકડાઉન છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઓરિસ્સા, યુપીમાં પણ અનેક દિવસથી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક રાજ્યોમાં વીકેન્ડ લોકડાઉન, નાઈટ કર્ફયુ દ્વારા સંક્રમણને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આજથી બિહારમાં લોકડાઉન લગાવી દેવાયું છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit