Advertisement

દરેડના ઔદ્યોગિક વિસ્તારમાંથી અંગ્રેજી શરાબની ૧૦૮ બોટલ સાથે એક શખ્સની કરાઈ ધરપકડ

વેચાણ માટે મંગાવીને રાખ્યો હતો શરાબનો જથ્થોઃ

જામનગર તા. ૨૧ઃ જામનગરના દરેડ વિસ્તારમાં ગઈકાલે પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન એક શખ્સને અંગ્રેજી શરાબની ૧૦૮ બોટલ સાથે પકડી પાડયો છે. આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી છે.

જામનગર નજીકના દરેડમાં ગઈકાલે રાત્રે પંચકોષી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમ્યાન ત્યાં આવેલા એપલ ગેઈટ નજીક એક શખ્સ દ્વારા વેચાણ માટે અંગ્રેજી શરાબનો જથ્થો મંગાવીને રાખવામાં આવ્યો હોવાની વિગત મળતા પીએસઆઈ સી એમ કાંટેલીયા તથા સ્ટાફે એપલ ગેઈટ-૨ નજીક એક કારખાના પાસે દરોડો પાડયો હતો.

ત્યાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામનો વતની અને હાલમાં જામનગર તાલુકાના કોંઝા ગામમાં વસવાટ કરતો રામશી વેજાણંદભાઈ કરમુર નામનો શખ્સ અંગ્રેજી શરાબના જથ્થા સાથે મળી આવ્યો હતો.

આ શખ્સના કબ્જામાંથી શરાબની ૧૦૮ બોટલ સાંપડી હતી. પોલીસે બોટલ તથા એક મોબાઈલ મળી કુલ રૃા. ૫૪,૫૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપી સામે દારૃબંધી ભંગ હેઠળ ગુન્હો નોંધ્યો છે અને આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.?



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit