Advertisement

ગેરકાયદેસર બાંધકામ કરતાં હોવાનું કહી આસામી પાસેથી દોઢ લાખ પડાવવા અખબાર સાથે સંકળાયેલા શખ્સે આપી ધમકી

જામનગર તા. ૧૦ઃ જામનગરના ૫વનચકકી વિસ્તારમાં પોતાની જગ્યામાં મકાનનું બાંધકામ કરાવતાં એક આસામીના મકાને પહોંચી અખબાર સાથે સંકળાયેલા એક શખ્સે તેનું વિડિયો શુટીંગ કર્યા પછી બાંધકામ ગેરકાયદેસર હોવાનું ઠરાવી આપી રૃપિયા પાંચ લાખની માંગણી કર્યા પછી રકઝકના અંતે રૃપિયા દોઢ લાખ પડાવી લેવા તે આસામીને ધમકી આપતાં ચકચાર પ્રસરી છે. આ બાબતની વિધિવત્ ફોજદારી ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના પવનચકકી વિસ્તારમાં કેનાલ રોડ પર બિંદિયા એપાર્ટમેન્ટ પાસે વસવાટ કરતાં પરેશભાઈ આત્મારામ લખીયર નામના ભાનુશાળી યુવાને પોતાના મકાનમાં બાંધકામ કરાવવાનું શરૃ કર્યું હતું.

તે દરમિયાન જામનગરમાં ગ્રેવિટી ન્યૂઝ નામનું છાપું ચલાવતાં કપિલ અરવિંદભાઈ જોઈસર ત્યાં પહોંચ્યા હતાં. આ શખ્સે પરેશભાઈના મકાનના બાંધકામનો વિસેક દિવસ પહેલાં વિડિયો ઉતાર્યો હતો. જેની જાણ થતાં પરેશભાઈના ભત્રીજાએ કપિલ જોઈસરનો સંપર્ક કરતાં તમારૃં આ બાંધકામ ગેરકાયદેસર છે, તે બાંધકામ પડાવી નાંખવું પડશે, બાંધકામ યથાવત્ રાખવું હોય તો, પાંચ લાખ રૃપિયા આપવા પડશે તેવી માંગણી કરતાં પરેશભાઈ લખીયર હેબતાયા હતા.

ત્યારપછી કપિલ જોઈસર સાથે પરેશભાઈએ વાત કરતાં કઈંક ઓછું કરવાનું કહેવાયું હતું. જેમાં રકઝકના અંતે કપિલે રૃપિયા દોઢ લાખ આપી દો તેમ કહ્યું હતું પરંતુ પરેશભાઈ તે રકમ આપવા રાજી ન થતાં કપિલે વિસેક દિવસ પહેલાં પવનચક્કી પાસે પરેશભાઈને બોલાવી મારી સામે કયાંય ફરિયાદ કરતો નહી, મારૃં નામ આ બાબતમાં આવવું ન જોઈએ, મારૃ નામ આવશે તો તારા ટાંટિયા ભાંગી નાખીશ અને તારે જીવથી હાથ ધોવા પડશે અને તારા મકાનનું બાંધકામ પડાવી નાખીશ અને બાંધકામ કરવા પણ નહીં દઉં તેમ કહી ધમકી આ૫તાં પરેશભાઈએ ગઈકાલે રાત્રે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કપિલ અરવિંદભાઈ જોઈસર સામે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ વી. કે. રાતીયાએ આઈપીસી ૩૮૫, ૩૮૭, ૫૦૬(૨) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ઉલ્લેખનિય છે કે, આ શખ્સે અખબાર સાથે સંકળાયેલા હોવા છતાં આ પ્રકારનું કૃત્ય કરતાં ભાનુશાળી સમાજમાં પણ ચકચાર પ્રસરી છે. આ શખ્સે તારુ હૈયાત બાંધકામ પણ કોર્પોરેશનમાં કહીને પડાવી નાખીશ, તે મને આવડે છે તેમ કહ્યું હોય આ શખ્સ સાથે કોર્પોરેશનના કોઈ વ્યક્તિ સંકળાયેલા છે કે કેમ? તે તપાસનો વિષય છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit