Advertisement

હાલારમાં મેઘાડંબર વચ્ચે માત્ર હળવા ઝાપટા વરસ્યા

જામનગર તા. ર૦ઃ હાલારમાં ગઈકાલે આમ તો મેઘરાજાએ વિરામ રાખ્યો હતો, પરંતુ અમુક ગામોમાં વરસાદી છાંટા તથા હળવું ઝાપટું વરસ્યું હતું.

હાલારમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગઈકાલે માત્ર જામનગરમાં અને જોડિયામાં બે મી.મી.નું વરસાદી ઝાપટું વરસ્યું હતું. આ સિવાય જિલ્લામાં ક્યાંય વરસાદ થયો ન હતો.

તેવી જ રીતે દેવભૂમિ દ્વારકામાં માત્ર ભાણવડમાં પાંચ મી.મી.નું ઝાપટું વરસ્યું હતું. આ સિવાય કલ્યાણપુર, દ્વારકા, ખંભાળિયા કોરા ધાકોડ રહ્યા હતાં, જો કે મેઘાડંબર જળવાયો હોય સારા વરસાદની શક્યતા દર્શાવાઈ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit