Advertisement

જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીની ખાસ બેઠક સંપન્ન

ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તથા સંસદસભ્ય વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીની બે તબક્કામાં ખાસ બેઠકો યોજાઈ હતી. જેમાં શહેર પ્રભારી અભયભાઈ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રથમ તબક્કાની બેઠકમાં શહેર સંગઠનના હોદ્દેદારો, વોર્ડ પ્રભારીઓ, વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખો, મીડિયા વિભાગના હોદ્દેદારો જ્યારે બીજા તબક્કાની બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, સ્થાયી સમિતિ ચેરમેન મનિષ કટારિયા, ડે. મેયર તપન પરમાર, શાસક જુથના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, ન.પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડ, પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિન્ડોચા, નિલેશભાઈ ઉદાણી, અશોકભાઈ નંદા, અગ્રણી જીતુભાઈ લાલ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ સાથે પરિચય-મુલાકાતનું આયોજન થયું હતું.

આ બેઠકમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સંસદસભ્ય પૂનમબેન માડમ, પ્રભારી વિનોદભાઈ ચાવડા વગેરેએ પ્રાસંગિક પ્રવચન કરી પક્ષના હોદ્દેદારો, કાર્યકરોની સેવાકીય, પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતાં.

આ બેઠકમાં કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતાં. સ્વાગત પ્રવચન શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયાએ કર્યું હતું. પરિચય પ્રક્રિયા મહામંત્રી મેરામણભાઈ ભાટુએ કરાવી હતી. સંચાલન મહામંત્રી વિજયસિંહ જેઠવાએ કર્યું હતું. બેઠકોમાં ભાજપ દ્વારા પ્રધાનમંત્રી વીમા યોજના, બ્લડ ડોનેશન કેમ્પ વગેરેના પક્ષ દ્વારા થયેલા આયોજનો અંગેની વિગતો રજૂ કરવામાં આવી હોવાનું મીડિયા વિભાગના ભાર્ગવભાઈ ઠાકરે જણાવ્યું છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit