Advertisement

વડાપ્રધાનના હસ્તે ૧૬ કેન્દ્રીય મંત્રાલયોને જોડતી 'ગતિશક્તિ' યોજનાનું થયું લોન્ચિંગ

શક્તિની આરાધનાના દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે સમગ્ર દેશમાં શક્તિ સ્વરૃપની પૂજા પ્રગતિને બળ આપશેઃ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે આર્થિક ક્ષેત્રો સાથે બહુસ્તરીય જોડાણ માટે ૧૬ મંત્રાલયોને જોડતું ડિજિટલ પ્લેટફોર્મ પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના લોન્ચ કરી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે, આજે ૨૧મી સદીનું ભારત સરકારી તંત્રની જૂની વિચારસરણીને પાછળ રાખીને આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે રેલ અને રોડ સહિત ૧૬ મંત્રાલયોને જોડે છે. જેમાં રેલવે, માર્ગ પરિવહન, જહાજ, આઈટી, કાપડ, પેટ્રોલિયમ, ઉર્જા, ઉડ્ડયન જેવા મંત્રાલયોનો સમાવેશ થાય છે. આ મંત્રાલયોના ચાલુ પ્રોજેક્ટ્સ અથવા વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં પૂર્ણ કરવાની યોજનાઓને ગતિ શક્તિ યોજના હેઠળ મૂકવામાં આવશે. ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન એન્ડ જિયો-ઇન્ફોર્મેટિક્સ (મ્ૈંજીછય્-દ્ગ),  મંત્રાલય ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી (સ્ઈૈં્રૃ) એ ગતિ શક્તિ યોજનાની દેખરેખ માટે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.

કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, આજે દુર્ગાષ્ટમી છે, આજે સમગ્ર દેશમાં શક્તિ સ્વરૃપની પૂજા કરવામાં આવી રહી છે. શક્તિની આરાધનાના આ શુભ અવસર પર દેશની પ્રગતિની ગતિને બળ આપવા માટે શુભ કાર્ય કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ૨૧ મી સદીના ભારતને મલ્ટીમોડલ કનેક્ટિવિટી અને નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું, આજે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-કમ-કન્વેન્શન સેન્ટરમાં ૪ પ્રદર્શન હોલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન કેન્દ્રો અમારા સ્જીસ્ઈ અને ઉદ્યોગોને તેમના ઉત્પાદનો વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરું પાડશે.

ટેક્સના રૃપિયાનો ઉપયોગ કરતાં સમયે સરકારમા એવી ભાવના ન હતી કે ટેક્સના આ રૃપિયાને બરબાદ ન થવા દેવા જોઈએ. લોકોપણ એવું જ માનતા હતા કે આ બધુ આમ જ ચાલતું રહેશે. દરેક જગ્યાએ વર્ક ઇન પ્રોગ્રેસ લખેલું જોવા મળતું હતું.

પરંતુ તે કામ સમયસર પૂરું થશે કે નહીં તે બાબતે કોઈ ભરોસો ન હતો. વર્ક ઇન પ્રોગ્રેસ બોર્ડ અવિશ્વાસનું પ્રતીક બની ગયું હતું. પરંતુ હવે આ બધુ બદલાઈ રહ્યું છે.

છેલ્લા ૭૦ વર્ષોની સરખામણી ભારત હવે ઝડપથી કામ કરી રહ્યું છે. પ્રથમ નેચરલ ગેસ પાઇપલાઇન ૧૯૮૭માં શરૃ થઈ હતી. પછી વર્ષ ૨૦૧૪ સુધીમાં ૨૭ વર્ષમાં દેશમાં ૧૫ હજાર કિલોમીટર નેચરલ ગેસ પાઇપલાઇન નંખાઈ. આજે દેશભરમાં

૧૬ હજાર કિલોમીટરથી વધુ ગેસ પાઇપ લાઇન પર કામ ચાલી રહ્યું છે. જેટલું કામ ૨૭ વર્ષોમાં થયું, તેનાથી વધુ કામ અમે તેના કરતાં પણ અડધા સમયમાં કરવાના છીએ.

નેશનલ માસ્ટર પ્લાન, એટલે કે 'ગતિ શક્તિ યોજના' રેલવે અને રસ્તા સહિત ૧૬ મંત્રાલયને જોડાનાર એક ડિજિટલ મંચ છે, જેના દ્વારા લગભગ૧૦૦ લાખ કરોડ રૃપિયાના માળખાકીય પ્રોજેક્ટ્સના વિકાસને વેગ મળશે. ૧૫ ઓગસ્ટના રોજ

૭૫મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ એની જાહેરાત કરી હતી.

વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે આગામી ૫ વર્ષમાં દેશમાં ૨૦૦થી વધુ નવા એરપોર્ટ, હેલિપેડ બનાવવામાં આવશે. દેશના ખેડૂતો, માછીમારોની આવક વધારવા બાબતે પણ કામ કરવામાં આવી રહ્યું છે. ૧ હજાર કિલોમીટર લાંબા

નવા મેટ્રો રુટ પર પણ કામ ચાલી રહ્યું છે. હવે દેશને વિશ્વાસ છે કે ભારત ઝડપથી કામ કરી શકે છે.

આ યોજનાથી કઈ રીતે મળશે વિકાસને વેગ ?

ગતિ શક્તિ યોજના દ્વારા દેશમાં ઉડાન (ેંડ્ઢછદ્ગ) અંતર્ગત પ્રાદેશિક જોડાણને વેગ આપવામાં આવશે. વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં એરપોર્ટ/હેલિપોર્ટ/વોટર એરોડ્રોમની સંખ્યા વધીને ૨૨૦ થઈ જશે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (દ્ગઁછૈં) દ્વારા સંચાલિત નેશનલ હાઇવે ૨૦૨૪-૨૫ સુધીમાં લંબાઇમાં બે લાખ કિમી સુધી વિસ્તૃત કરવામાં આવશે.

સંરક્ષણ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર તેજી આવશે. લગભગ ૨૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં બે ડિફેન્સ કોરિડોર બનાવવાની યોજના છે.

આ યોજના સાથે દેશમાં રેલવેની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ૨૦૨૪-૨૫ સુધીમાં ૧૨૦૦ મેટ્રિક ટનથી વધારીને ૧૬૦૦ મેટ્રિક ટન કરવામાં આવશે. એનાથી બે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના નિર્માણને પણ વેગ આપશે.

૨૦૨૪-૨૫ સુધીમાં દેશમાં ગેસ પાઇપલાઇન નેટવર્કને બમણું કરીને ૩૪,૫૦૦ કિમી સુધી કરવાની યોજના છે.

૨૦૨૭ સુધીમાં દરેક રાજ્યને નેચરલ ગેસ પાઇપલાઇન સાથે જોડવાની સરકારની યોજનામાં ગતિ શક્તિ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

વર્ષ ૨૦૨૪ સુધીમાં દૂરસંચાર વિભાગ દ્વારા ૩૫ લાખ કિમી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક નાખવાની યોજના છે. એવી જ રીતે ઊર્જા મંત્રાલય દ્વારા ટ્રાન્સમિશન નેટવર્કને વધારીને ૪.૫૨ લાખ કિમી સર્કિટ સુધી કરવામાં આવશે.

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ દ્વારા દેશમાં લગભગ ૨૦૦ મેગા ફૂડ પાર્ક બનાવશે, માછીમારી ક્લસ્ટરોને ૨૦૨ સુધી વધારાશે, ૧૫ લાખ કરોડના ટર્નઓવર સાથે ૩૮ ઇલેક્ટ્રોનિક ક્લસ્ટરો, ૯૦ ટેક્સટાઇલ ક્લસ્ટરો બનાવવા અને ૧૧૦ ફાર્મા અને મેડિકલ ડિવાઇસ ક્લસ્ટર બનાવવાનું લક્ષ્ય છે.

માસ્ટર પ્લાન હેઠળ ચાર ઇન્ડસ્ટ્રિયલ ઝોન બનાવવાની દરખાસ્ત છે.

 આ ઉપરાંત પણ યોજના હેઠળ સંકલિત વિકાસને ગતિ આપવાની વિવિધ બાબતોને આવરી લેવાઈ છે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit