કામ વગર ફરવા નીકળેલા રાણપરડાના શખ્સ સામે ગુન્હો

દેશભરમાં લોકડાઉનના કરાયેલા એલાન પછી લોકોને જરૃરી કામ સિવાય બહાર નહીં નીકળવા તંત્રવાહકો દ્વારા સૂચના આપવામાં આવે છે. જો અત્યંત જરૃરી કામ હોય તો જ લોકો પોતાના ઘરની બહાર નીકળી, કામ પતાવી ફટાફટ ઘરે પરત ફરી જાય તો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવામાં તંત્રવાહકોને ઘણી બધી સહાયરૃપ થઈ શકાય પરંતુ કેટલાક મનમોજીલા લોકો કામ વગર પણ બહાર નીકળી ટહેલતા હોય તેવા તત્ત્વોને હાથમાં આવી ગયે પોલીસ સારો એવો 'પાઠ' ભણાવે છે. તેવી જ રીતે ગઈકાલે ભાણવડ તાલુકાના રાણપરડા ગામ પાસેથી હુસેન ઉમરભાઈ હીંગોરા નામનો ટહેલતો જોવા મળતા પોલીસે તેને રોકી પુછપરછ કર્યા પછી આ શખ્સ જાહેરમાં ફરવા નીકળ્યો હોવાનું માની તેની સામે આઈપીસી ૧૮૮ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Subscription