ખંભાળીયામાં હનીટ્રેપમાં ખાખીધારી ઝડપાઈ ગયાની વહેતી થઈ ચર્ચા

ખંભાળીયા તા. ૪ઃ ખંભાળીયાના બેથી ત્રણ ખાખીધારીને હનીટ્રેપના મામલામાં એસઓજીએ સકંજામાં લીધા હોવાની ચર્ચા ખંભાળીયામાં પ્રવર્તી રહી છે. પોલીસ કે હોમગાર્ડ અથવા જીઆરડીના કોઈ કર્મચારીઓ તેમાં સંડોવાયેલા છે તેવું જણાઈ રહ્યું છે ત્યારે તપાસ ચાલી રહી હોવાનું જણાવી ચુપકીદી સાધી લેવાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્થ મથક ખંભાળીયા શહેરમાં કાર્યરત જિલ્લાના સ્પે. ઓપરેશન ગ્રુપે હનીટ્રેપના મામલામાં ગઈરાત્રે કેટલાક ખાખીધારીને પકડ્યા હોવાનું સમગ્ર શહેરમાં ચર્ચાઈ રહ્યું છે. પોલીસ અથવા હોમગાર્ડ કે જીઆરડી એવા ખાખી વેશધારી હોય તેવા બેથી ત્રણ વ્યક્તિઓને હની ટ્રેપના એક કિસ્સામાં ઉપાડી લેવામાં આવ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. જોકે આ બાબતે ચુપકીદી સાધી લેવામાં આવી છે. હાલમાં તપાસ ચાલી રહી હોવાનું અને તે પછી તેની વિગતો જાહેર કરાશે તેમ જણાવવામાં આવ્યું છે. પોલીસ કે અન્ય ખાખીધારીની હનીટ્રેપમાં સંડોવણીની ચર્ચાએ ચકચાર જગાવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit