Advertisement

ડેલ્ટા વેરિયન્ટ ટૂંક સમયમાં બની જશે વિશ્વનો અગ્રીમ સ્ટ્રેનઃ ડબલ્યુએચઓ

આલ્ફા કરતા ૪૦ થી ૬૦% ચેપી ગણાતા આ વેરિયેન્ટે વધારી ચિંતાઃ

નવી દિલ્હી તા. ર૦ઃ ડેલ્ટા વેરિયન્ટ ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે મહત્ત્વનો કોરોના સ્ટ્રેન બનશે, અને તે ડેલ્ટા વેરિઅન્ટ ૧૦૦ થી વધુ દેશોમાં ફેલાયેલો છે, તેમ જણાવી ડબલ્યુએચઓ એ કહ્યું છે કે, આ વેરિયેન્ટ ઝડપથી ફેલાતો હોવાથી વધુ ચિંતાજનક છે.

કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ વિશ્વના બીજા ઘણાં દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે, ડેલ્ટા વેરિઅન્ટ ૧૦૦ થી વધુ દેશોમાં ફેલાયેલો છે. જે રીતે ફેલાય છે તે ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે સૌથી અગ્રણી કોરોના બનશે.

ડબલ્યુએચઓના ટોચના વૈજ્ઞાનિક અને દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક પૂનમ ખેપાલત્રસિંહે જણાવ્યું હતું કે, કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ અન્ય વેરિયન્ટ કરતા ઝડપથી ફેલાય છે. જે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ સાથે તેમણે માહિતી આપી હતી કે ડબલ્યુએચઓના કોવિડ-૧૯ વેક્સિન ગ્લોબલ એક્સે (સીઓવીએક્સ) કાર્યક્રમ દ્વારા ભારતને આધુનિક રસીના ૭.પ મિલિયન ડોઝ ઓફર કરવામાં આવ્યા છે. દેશમાં કોરોના રોગચાળાની બીજી તરંગ માટે જવાબદાર માનવામાં આવે છે તે ડેલ્ટા વેરિઅન્ટ  તે જ વાઈરસના આલ્ફા વેરિએન્ટ કરતા ૪૦-૬૦% વધુ ચેપી છે.

ભારતીય સાર્સ-સીવી-૨ જિનેમેટિક્સ કન્સોર્ટિયમ (આઈએનએસ-એસીએજી)ના સહ-અધ્યક્ષ એન.કે. અરોરાએ જણાવ્યું હતું કે, દેશમાં દરરોજ નોંધાયેલા નવા કેસોમાં ૮૦ ટકા આ વેરિયન્ટના છે.

આ વેરિયેન્ટની અસર એ છે કે દેશના ઘણાં ભાગોમાં બીજી લહેરમાં ફાટી નીકળ્યો છે અને દરરોજ આશરે ૪૦ હજાર નવા કોરોના ચેપના કેસ જોવા મળી રહ્યા છે. વિશ્વના કોરોનાના કેસોની વાત કરીએ તો આ ડેલ્ટા વેરિએન્ટ બ્રિટન અને અમેરિકા સહિત લગભગ ૧૦૦ દેશોમાં ફેલાયેલો છે. બ્રિટનમાં આલ્ફા વેરિયન્ટ પણ ખૂબ ઝડપથી ફેલાય છે. પાછળથી બ્રિટનના ઘણાં વિસ્તારોમાં ડેલ્ટા વેરિયન્ટની ઝપટમાં આવી ગયો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit