Advertisement

ખંભાળિયામાં લુડો ગેઈમ પર જુગાર રમતા ચાર શખ્સની કરાઈ અટકાયત

ભોગાતની સીમમાંથી પાંચ પન્ટર પકડાયાઃ

જામનગર તા. ૨૯ ઃ ખંભાળિયામાં એક રિક્ષા સ્ટેન્ડમાં મોટર રાખી તેમાં મોબાઈલ પર લુડો ગેઈમ રમી પૈસાની હારજીત કરી રહેલાં ચારને પોલીસે પકડી પાડયા છે. જ્યારે ભોગાતમાંથી પાંચ પત્તાપ્રેમી પોલીસની ગિરફતમાં આવ્યા છે.

ખંભાળિયા શહેરમાં આવેલી જી.વી.જે. હાઈસ્કૂલ્ નજીક રિક્ષા સ્ટેન્ડમાં પડેલી એક મોટરમાં કેટલાંક શખ્સો મોબાઈલમાં કંઈક કરી રહ્યા હોવાની બાતમી મળતાં ગઈકાલે સાંજે ખંભાળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે રિક્ષા સ્ટેન્ડ પાસે પહોંચી ત્યાં પડેલી જીજે-૧૦-એપી-૬૨૫૯ નંબરની ઈકો મોટરની તલાસી લીધી હતી.

તે મોટરમાં ખંભાળિયા તાલુકાના દાતા ગામનો હેમુભા મોકાજી કંચવા, ગાંગાભાઈ વાલાભાઈ મકવાણા, રાજેશ અરજણભાઈ ધારાણી તથા રમેશ ગોપાલભાઈ ધારાણી ઉર્ફે રાહુલ નામના ચાર શખ્સ મોબાઈલમાં લૂડો ગેઈમ પર જુગાર રમતાં મળી આવ્યા હતાં. પોલીસે મોબાઈલ, મોટર, રૃા. ૧૩,૧૧૦ની રોકડ મળી કુલ રૃા. ૧,૭૦,૧૧૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતાં જેશાભાઈ ભીમશીભાઈ કરંગીયા, રાજાભાઈ જીવાભાઈ રુડાચ, દેવાભાઈ સવદાસભાઈ કંડોરીયા, વાછીયાભાઈ  મગાભાઈ રૃડાચ તથા નારણભાઈ રણમલભાઈ ગઢવી નામના પાંચ શખ્સને પોલીસે રૃા. ૩૪૮૦ની રોકડ સાથે પકડી પાડયા છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit