Advertisement

યુરોપિયન યુનિયન એક તરફ સંયુક્ત સૈન્ય તાકાતનો વ્યૂહ ઘડી રહ્યું છે અને બીજી તરફ દેશો કોરોના સામે પણ ઝઝુમી રહ્યા છે

મહામારીના મારથી ફરી સંકટમાં મૂકાયેલા ઘણાં દેશોમાં તીવ્ર જનાક્રોશે નવી સમસ્યા ઊભી કરીઃ અનેક દેશો અવઢવની સ્થિતિમાં મૂકાયા છે

યુરોપિયન યુનિયનના સુરક્ષા વિભાગનો કોઈ મુસદે તાજેતરમાં 'લીક' થઈ ગયો હોવાના અહેવાલોએ સમગ્ર યુરોપમાં ખળભળાટ મચાવી દીધો છે. બન્યું છે એવું કે, યુરોપિયન દેશો આંતરિક સમસ્યાઓથી તો ઘેરાયેલા છે જ, અને તેમાં વળી કોરોનાની નવી લહેરે એક વિચિત્ર પ્રકારની સમસ્યા ઊભી કરી દીધી છે. કોરોનાએ ફરી માથું ઊંચકતા કેટલાક દેશોમાં નવેસરથી કેટલાક પ્રતિબંધો લગાવી દીધા, તો તેની સામે પણ જબ્બર જનાક્રોશ ફાટી નીકળ્યો અને હિંસક તોફાનો થતા સુરક્ષાદળો તથા પોલીસે ઘણાં સ્થળે બળપ્રયોગ કરવો પડ્યો. બીજી તરફ પોલેન્ડ અને બેલારૃસ વિવાદ વધુ વકર્યો, જેથી યુરોપમાં નવી સૈન્ય વ્યૂહરચનાઓ વિચારવાની જરૃર પડી. આ કારણે યુરોપના દેશો કોરોના સામે ઝઝુમવાની સાથે સાથે યુરોપિયન યુનિયનના સૈન્ય મુસદને લઈને ગંભીર બન્યા છે.

સૈન્ય વ્યૂહરચનાનો મુદે ચર્ચામાં...

યુરોપિયન યુનિયન દ્વારા યુરોપના દેશોની સંયુક્ત સેના રાખવાની નવી સૈન્ય વ્યૂહરચના વિચારાઈ રહી છે. તેનો કોઈ મુસદે ઘડાયો હતો. બદલાતી રહેતી વૈશ્વિક રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો વચ્ચે યુરોપિયન યુનિયન હવે સુરક્ષાના ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માંગે છે. આ મુસદે અત્યારે વૈશ્વિક વિશ્લેકો માટે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

આ ડ્રાફ્ટ મુજબ યુરોપના દેશો રણા બજેટમાં વધારો કરશે, અને યુરોપની સંક્ત સશક્ત સેના ઊભી કરશે, જેથી રશિયાના હસ્તક્ષેપને ખાળી શકાય અને વૈશ્વિક કક્ષાએ સુરક્ષા ક્ષેત્રે મજબૂત સંઘ તરીકે ઉભરી શકાય. આ ડ્રાફ્ટ લીક થઈ જતા ખળભળાટ મચી ગયો છે અને હવે આ મુસદેને લઈને 'ઓપન સિક્રેટ' જેવા ગુપ્ત મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે. આ કારણે યુરોપની વર્તમાન કફોડી સ્થિતિ પણ પ્રકાશમાં આવી ગઈ છે.

જર્મની પોતાની આંતરિક રાજકીય સ્થિરતા માટે ઝઝુમી રહ્યું છે, જ્યારે નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, સ્વિડન, ડેન્માર્ક વગેરે દેશો સંયુક્ત સેવા માટે રસ દાખવી રહ્યા નથી. કોરોના સામે લડવા યુરોપિયન યુનિયને કરેલા સામૂહિક પ્રયાસો અને ફંડીંગથી પણ આ દેશો અળગા રહ્યા હતાં, તેથી સંયુક્ત સેનાના ડ્રાફ્ટને 'પહેલા કોળિયે માખી'ની કહેવત જેવો ફટકો પડ્યો છે, તેમ છતાં યુનિયન સંયુક્ત સેના માટે પ્રતિબદ્ધ જણાય છે. આમ થવાનું મજબૂત કારણ પણ છે.

પરાવલંબન નહીં, પણ આત્મનિર્ભરતા

યુરોપિયન યુનિયન પરાવલંબન ઈચ્છતુ નથી, પરંતુ આત્મનિર્ભર બનવા માંગે છે. પોલેન્ડની બેલારૃસના મુદ્દે સુરક્ષા માટે અમેરિકા અને નાટોના દેશો પર અવલંબન રાખવા માટે પણ સંયુક્ત સૈન્યના કોન્સેપ્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો હોય તેમ જણાય છે, જો કે હાલ તુરંત યુરોપિયન યુનિયનના બે ડઝનથી વધુ દેશોના બદલે કેટલાક ચુનંદા દેશોનો જ સંયુક્ત સૈન્યમાં સમાવેશ કરાશે. એવો અંદાજ છે કે આવતા વર્ષે મર્ચ-એપ્રિલ સુધીમાં યુરોપિયન યુનિયનની સંયુક્ત સેના હશે, અને તેનું નેતૃત્વ આ કોન્સેપ્ટ માટે તલપાપડ જણાતું ફ્રાન્સ કરશે, તેવી પ્રબળ સંભાવના જણાવાઈ રહી છે. એવા તથ્યો બહાર આવ્યા છે કે, પ્રારંભમાં પ૦ થી ૬૦ હજાર સૈનિકોની સંયુક્ત સેના સ્થપાશે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, પ્રારંભમાં પાંચેક હજાર સૈનિકો પોલેન્ડની સરહદે બેલારૃસ સામે રક્ષણ અને પ્રતિકાર માટે તૈનાત કરી દેવાશે. સંયુક્ત સેનાના કોન્સેપ્ટને એસ્ટોનિયા, પોલેન્ડ, અને લિથુઆનિયાનો ટેકો પણ પ્રાપ્ત થયો છે.

બીજી તરફ કોરોનાના કહેર સામે લડતું યુરોપ

યુરોપિયાન યુનિયને 'યુરો' ચલણ પછી બીજી સહિયારી પહેલ કરી છે, અને 'યુરો'ના સફળ પ્રયોગ પછી કોરોના સામે લડવા અનેક દેશોએ પરસ્પર સહયોગ પણ આપ્યો છે. જનજાગૃતિની સાથે સાથે પ્રતિબંધોની સંકલિત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. યુરોપના ઘણાં દેશોમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ તથા સેનીટેશન ફરજિયાત કરાયા છે. જર્મની, બ્રિટન, ઈટાલી, ગ્રીસ સહિતના દેશોમાં કોરોના ટેસ્ટ, વેક્સિનેશન, પ્રવાસ-શોપીંગ દરમિયાનની સાવધાનીઓ અંગે વિવિધ ગાઈડલાઈન્સ તૈયાર કરી છે.

કોરોના કરતાયે વધુ ચિંતા!

યુરોપમાં અત્યારે કોરોનાનો કહેર એટલો વધી ગયો છે કે, ફરીથી ઘણાં સ્થળે ચોથી લહેર આવી છે જેમાં ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. આ ઉપરાંત લાખો નવા કેસો યુરોપમાં નોંધાઈ રહ્યા છે. આ અંગે પ્રતિબંધાત્મક આદેશો સામે જનાક્રોશ પણ ફાટી નીકળ્યો છે, અને તેને કાબૂમાં લેવા વોટરકેનન, લાઠીચાર્જ અને અન્ય કદમ પણ ઊઠાવવા પડી રહ્યા છે. આમ યુરોપના ગ્રહ હમણાં નબળા ચાલી રહ્યા હોય તેમ જણાય છે. યુરોપિયન યુનિયનને કોરોના કરતાયે વધુ ચિંતા સંયુક્ત સૈન્યની રચના માટે થઈ રહી છે, અને મુસદે 'લીકેજ'ની ઘટનાએ બળતામાં ઘી હોમ્યું છે.!

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit