હાલારમાં ર૪ કલાકમાં પંદર દર્દીઓ કોરોના પોઝિટિવઃ એક વૃદ્ધાનું મૃત્યુ

ખંભાળીયા તાલુકાના જુના તથીયાનો એક દર્દી કોરોના પોઝિટિવઃ ધ્રોલ તાલુકાના ત્રણ કેસ

જામનગર તા. ૪ઃ હાલારમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો હોય તેમ દરરોજ ડઝનબંધ કેઈસો નોંધાઈ રહ્યાં છે. તેમાં પણ જામનગર શહેરમાં તો સ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે.

હાલારમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંદર કેસ નોંધાયા છે. તેમાં જામનગર જિલ્લાના ૧૪ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક કેસનો સમાવેશ થાય છે. જ્યારે એક મહિલા દર્દીનું સારવારમાં ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે.

સમગ્ર હાલાર પંથકમાં કોરોના વાયરસ બેકાબુ બન્યો છે, અને દરરોજ નવા-નવા કેસોથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે.

ગઈકાલે પણ બપોર પછીના બેચમાં શહેરી વિસ્તારના સાત દર્દીઓનો રિપોર્ટ, કોરોના પોઝિટિવ મળ્યા હતાં. આથી તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ઈવા પાર્કમાં રહેતા એક પ્રૌઢ દંપતીનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના જુના તથીયા ગામના યુવાન પણ કોરોના સંક્રમિત બન્યા છે. તેઓ મહારાષ્ટ્રના ભીવંડીથી આવ્યા હતાં. હાલ તેઓ સારવાર હેઠળ છે. ઉપરાંત આજે સવારના ગ્રુપમાં વધુ જામનગર જિલ્લાના વધુ સાત કેસ નોંધાયા છે.

જ્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા વૃદ્ધાનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જો કે, તબીબોના જણાવ્યા પ્રમાણે તેમને અન્ય પણ કેટલીક બીમારીઓ હતી.  જામનગર જિલ્લામાં કુલ પોઝિટિવ આંક રપર નો થયો છે. જેમાંથી ૧૪૪ ને રજા આપવામાં આવી છે. કુલ સાત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ૧૦૧ દર્દીઓ હાલ પણ સારવાર હેઠળ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit