Advertisement

સાંસદ આદર્શ ગામ ભાડથરમાં એમ્બ્યુલન્સની સુવિધા અર્પણ

ખંભાળીયા તા. ૪ઃ ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજના અન્વયે પ્રાથમિક આરોગ્ય સેન્ટરને રૃા. ૧૬ લાખના ખર્ચે ફાળવેલ એમ્બ્યુલન્સનું સાંસદ પૂનમબેન માડમે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભાડતરની સાંસદ આદર્શ ગ્રામ તરીકે પસંદગી થતા બે માસ પૂર્વે મળેલ બેઠકમાં ગ્રામલોકોની માંગણીને ધ્યાને લઈ સાંસદ તથા વહીવટીતંત્રએ હકારાત્મક વલણ અપનાવી ભાડથર પીએચસીને કોરોના કાળમાં લોકોની આરોગ્ય સેવા મજબૂત બને તે હેતુથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સનો ભાડથર સહિત આજુબાજુના પાંચ ગામોને લાભ મળશે. આ તકે સાંસદ પૂનમબેન માડમે ગ્રામજનોને સંક્રમિત જણાય તો તુરંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી જરૃરી સારવાર લેવા અપીલ કરી હતી. આ તકે તેમણે ગ્રીન બાયર ફાઉન્ડેશન દિલ્હીનો આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે ભાજપ અગ્રણી વી.ડી. મોરી, આરોગ્ય સમિતિના ચેરમેન નથુભાઈ ચાવડા, ખંભાળીયા તાલુકા પંચાયત પ્રમુખ રામભાઈ કરમુર, અગ્રણી હિતેશભાઈ પીંડારીયા, પરબતભાઈ ભાદરકા, ભાડથરના સરપંચ અરજણભાઈ કેસરીયા, જિલ્લા આરોગ્ય અધિકારી સુતારીયા, તાલુકા આરોગ્ય અધિકારી જેઠવા તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit