ગુજરતમાં કોરોનાનો ઉંચો ગ્રાફઃ નવા ૩ર૦૦થી વધુ કેસઃ રીક્વરી રેટમાં ઘટાડો

ર૪ કલાકમાં ૧૭ દર્દીઓના મૃત્યુઃ કુલ મૃતાંક ૪પ૯૮

અમદાવાદ તા. ૭ઃ ગુજરાતમાં કોરોનાના કેસો ઓલટાઈમ હાઈ રહ્યાં છે. આજે નવા ૩ર૦૦ થી વધુ કેસ સપાટી પર આવ્યા છે. સક્રિય કેસો ૧૭,૦૦૦ ને પાર થયા છે. એટલે કે રાજ્યમાં હાલ ૧૭,૩૪૮ દર્દીઓ સારવાર હેઠળ છે. રીક્વરી રેટ ઘટીને ૯૩.ર૪ ટકા થયો છે. ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝિટિવ નવા ૩ર૮૦ કેસો નોંધાયા છે. ૧૭ દર્દીઓના મૃત્યુ થયા છે. ર૧૬૭ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમં કુલ ૧૭૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૭૧૭૭ દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક ૪પ૯૮ તથા કુલ પોઝિટિવ કેસનો આંક ૩ર૪૮૭૮ પર પહોંચ્યો છે. અમદાવાદ ૮૧૭, સુરત ૮૧૧, રાજકોટ - ૩૮પ, વડોદરા ૩૪ર, જામનગર ૧પ૧, પાટણ ૧૦૭, ભાવનગર ૯૪, ગાંધીનગર ૭ર, મહેસાણા ૬૩, જૂનાગઢ ૩૭, કચ્છ ૩પ, મહિસાગર ૩૪, મોરબી-પંચમહાલ ૩ર, ખેડા ર૯, દાહોદ ર૮, અમરેલી - આણંદ-બનાસકાંઠા ર૪, ભરૃચ ર૧, સાબરકાંઠા ૧૮, નવસારી ૧૭, નર્મદા ૧૬, દેવભૂમિ દ્વારકા-વલસાડ ૧પ, સુરેન્દ્રનગર ૧ર, ગીરસોમનાથ ૧૦, બોટાદ ૭, તાપી ૬, ડાંગ ૪, છોટા ઉદેપુર ૩, અરવલ્લી ર, પોરબંદર ૧ નવા કેસ નોંધાયા છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit