લાલપુર તાલુકાના ગામોની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક

જામનગર તા. ૩ઃ તા. ર૯.૧૧.ર૦૧૯ ના જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારિક લાલપુર તાલુકાના મચ્છુબેરાજા અને ડબાસંગ ગામોની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પારિકે પ્રથમ લાલપુરના મચ્છુબેરાજા ગામે મનરેગા યોજનાથી બનેલ નવરચિત આંગણવાડીની મુલાકાત લીધી, જ્યાં આંગણવાડી વર્કર તથા હેલ્પરોને વધુ સુચારૃ કામગીરી કરવા જણાવ્યું હતું. અહીં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કેન્દ્રના બાળકો અને માતાઓ સાથે ગોષ્ઠી કરીને બાળકોના પોષક આહાર અને શારીરિક વિકાસ વિષે ચર્ચા કરી હતી. આ સિવાય નવી બંધાયેલ પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. આ સાથે જ ડીડીઓશ્રી દ્વારા નવા બનેલા સેગ્રીગેશન શેડ અને ૧૪ મા નાણાપંચમાં તૈયાર થઈ રહેલા સીસી રોડના ચાલુ કામનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વધુમાં તમામ આંગણવાડી કેન્દ્રોને પણ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આવરી લીધેલ હોય, બન્ને કેન્દ્રોમાં બાળકોના સ્વાસ્થ્ય અંગે સમીક્ષા કરી હતી. સાથોસાથ ડબાસંગ ગામના સામૂહિક આરોગ્યલક્ષી સેવાઓ તથા યોજનાઓ બાબતે ચર્ચા કરી હતી. તદુપરાંત પ્રાથમિક શાળામાં જઈને બાળકોના અભ્યાસનું મૂલ્યાંકન કરવા સારૃં થોડા સમય સુધી બાળકોનો વર્ગ સંભાળ્યો હતો. આ તકે લાલપુરના ટીડીઓશ્રી દિપાબેન કોટક દ્વારા ડીડીઓશ્રીને બન્ને ગામની સાંપ્રત સ્થિતિ વિશે માહિતી આ૫ી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit