| | |

જામનગરના અનુ.જાતિના વકીલોની જનરલ મિટિંગ

જામનગર તા. ૧૧ઃ જામનગર શહેરના અનુસૂચિત જાતિના વકીલોની જનરલ મિટિંગ ડો. આંબેડકર ભવનમાં યોજાઈ હતી. જેમાં અનુ.જાતિના વકીલોનું અનુ.જાતિ સમાજ પ્રત્યે શું દાયત્વ છે તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ મિટિંગમાં દીપપ્રાગટ્ય વકીલ કાંતાબેન ચૌહાણે કર્યું હતું. એન.પી.ગોહિલે મિટિંગનો હેતુ જણાવ્યો હતો. કાર્યક્રમની રૃપરેખા સિદ્ધાર્થ ખીમસૂર્યા અને એન.જે. પરમારે આપી હતી.

આ મિટિંગમાં કિરણકુમાર બગડા, રમેશકુમાર પારધી, અમિત પરમાર, આનંદ ગોહિલ, એન.જે. પરમાર, દિનેશ વઘોરા, રોહિત મકવાણા, બાબુભાઈ સિંચ, ખોડીદાસ વાઘેલા, ભરતકુમાર ચૌહાણ, દીપક ગચ્છર, હરિલાલ એન. પરમાર, આર.એમ. ચૌહાણ, પ્રકાશ બી. કંટારિયા,  જયેશ સુરડિયા, વિમલકુમાર કટારિયા, કે.પી. ગોહિલ, વસંતકુમાર વાઘેલા, કે.કે. વાઘેલા વિગેરે વડીલોએ દલિત સમાજ પ્રત્યે અનુસૂચિત જાતિના વકીલ મિત્રોનું દાયત્વ શું છે અને સમાજ પ્રત્યેની ભાવના દલિત સમાજની સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક, સામાજિક વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને જિલ્લા કાનૂની સહાય મળવા અંગે સહિતના પ્રવચન કર્યું હતું. સંસ્થાનું નામ શેડ્યુલ કાસ્ટ એસોસિએશન નામ રાખવું અને સભ્ય ફી રૃા. ૧૦૦ રાખવી અને સંસ્થાના કન્વિનર વકીલ સિદ્ધાર્થ ખીમસૂર્યા અને સહ કન્વિનર એન.જે. પરમારની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. કારોબારી સભ્યો તરીકે રાજે પી. વાઘેલા, બાબુભાઈ સિચ, દીપક ગચ્છર, ખોડીદાસ વાઘેલા, કાંતાબેન ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી. ધ્રોળના વકીલ પી.જે. પરમારનું દુઃખદ અવસાન થતા શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનોજ ગોહિલ, કલ્પેશ રાઠોડ, કલ્પેશ પરમાર, રવિ પરમાર, કિશન ગોહિલ, વકીલ રાજેશકુમાર વાઘેલા અને ખોડીદાસ વાઘેલાએ જહેમત ઊઠાવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit