Advertisement

સાત રસ્તાથી સુભાષ બ્રીજના ૩૦ મીટર પહોળા રસ્તા માટે ડીપી કપાતને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં ઓવરબ્રીજ માટે ૩૦ મીટર પહોળાઈનો રસ્તો બનાવવામાં આવશે. આ માટે જરૃરી ડીપી અમલીકરણને સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજુરી આપવામાં આવી છે. ઉપરાંત સરકારની છૂટછાટ મળતા મહાનગરપાલિકા હસ્તકના બાગ-બગીચા સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લા રાખવા નિર્ણય લેવાયો છે.

જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ૧ર સદસ્યો ઉપરાંત મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, ડીએમસી, આસી. કમિશનર (વ.) વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

શહેરમાં સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધી ૩૦ મીટર પહોળાઈના રસ્તા માટે ડી.પી. અમલવારી કરવા મંજૂરી અપાઈ હતી. તો સવારે ૬ થી સાંજે ૭ વાગ્યા સુધી તળાવની પાળ, એમ્યુઝમેન્ટ પાર્ક, બાગ-બગીચા તા. ૧૧-૬-ર૦ર૧ થી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સોલીડ વેસ્ટ શાખા માટે ૧૧૦૦ લી. કેપેસીટીના સિલ્વર બિન્સ પરીક્ષણ માટે રૃપિયા ૧૧૭ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. શહેરમાં રોડ ઉપરની આશરે ૪પ૦ જેટલી કચરાપેટી રાખવામાં આવી છે, જે તમામ જુની અને તૂટેલી હાલતમાં હોવાથી તે બદલાવવામાં આવનાર છે. આ માટે ૧ કરોડ ૧૭ લાખનો ખર્ચ થશે.

વોર્ડ નંબર ૧ મ્યુનિ. શાખાના ર૭/પ૧ માં કોવિડ-૧૯ અન્વયે બંદર આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉન્ડ વોલ, બ્લોક, શેડ, તેમજ મધ્યાહન ભોજનની બિલ્ડીંગ ડિમોલીશન કરવાના કામ માટે રૃપિયા ૬ લાખ ૯ર હજાર, જોગર્સ પાર્કથી સેન્ટ આન્સ સ્કૂલ, પી.એન. માર્ગ સુધી સીસી રોડ બનાવવા માટે ૧૧ર લાખનું ખર્ચ, વોર્ડ નંબર ૧૧ માં મધુવન ટેનામેન્ટ ન્યુ વાલ્મિકી સોસાયટી, રામવાડી-પ માં સીસી રોડ માટે ૧૭ લાખ ૯૧ હજારનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.

વોર્ડ નંબર ૧ર માં ખાનગી સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતમાં તેમજ અન્ય વિસ્તારમાં લોકભાગીદારીથી સીસી રોડ, સીસી બ્લોકના કામનું વધારાનું રૃપિયા ૧પ લાખ પ૩ હજારનું ખર્ચ, તેવી જ રીતે વોર્ડ નંબર ૧૧ માટે રૃપિયા ર૮ લાખ ૬૮ હજારનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.

જ્યારે વોર્ડ નંબર ૪ માં લોકભાગીદારીના વિકાસ કામો માટે ૯ લાખ ર૮ હજારનું ખર્ચ મંજુર કરરવામાં આવ્યું છે.

ઢોરના બન્ને ડબ્બામાં રહેલા ઢોરના ઘાંસચારા માટે વાર્ષિક રૃપિયા પ૦ લાખનો ખર્ચ એસ્ટેટ શાખા માટે ટ્રેક્ટર વીથ ટ્રોલી ભાડે આપવા માટે બે વર્ષ માટે રૃપિયા ૭ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

બેડીબંદર ફોરલેન વાઈડનિંગ નીંગ આસ્ફાલ્ટ રીકાર્પેટીંગ માટે, નાગમતી નદીથી રાજકોટ રોડને જોડતા હાપા યાર્ડના રોડને આસ્ફાલ્ટ રોડ અન્વયે વધારાનો રૃપિયા પ૯ લાખ ૧૧ હજારનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

સિક્યોરીટી શાખાના અધિકારી પી.પી. દવેને બીમારી સબબ આર્થિક સહાય માટે એક લાખ રૃપિયા મંજુર કરવામાં આવ્યા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit