લાલપુરમાં ઝડપાયો જુગાર

જામનગર તા. ૧૬ઃ લાલપુરના એક મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા એક અને જુગાર રમતા ત્રણની પોલીસે ધરપકડ કરી છે.

લાલપુર શહેરમાં ગઈકાલે એક મકાનમાં જુગાર જામ્યો હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસે હમીરભાઈ જેતાભાઈ કરંગીયાના મકાનમાં દરોડો પાડતા તેને નાલ આપી જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા હતાં. પોલીસે તીનપત્તી રમી રહેલા ગોવિંદભાઈ રામસીભાઈ આહિર, જેતાભાઈ ભોજાભાઈ વરૃ અને મચ્છાભાઈ નાથાભાઈ ભરવાડની રૃા. ૩૫,૦૫૦ની રોકડ સાથે ધરપકડ કરી જુગારધારાની કલમ ૪,૫ હેઠળ ચારેય સામે કાર્યવાહી કરી છે.

close
Ank Bandh
close
PPE Kit