ક્રિકેટ બંગલામાં સ્પોર્ટસ મ્યુઝિયમ નહીં બને તેવી ખાત્રી આપતા રાજ્યના મંત્રી

આનંદો... ક્રિકેટપ્રેમી-ખેલાડીઓ માટે સારા સમાચાર

જામનગર તા. ૧૩ઃ જામનગરના ઐતિહાસિક અને ક્રિકેટ ક્ષેત્રે વિશ્વભરમાં ગૌરવવંતુ નામ ધરાવતા અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલા) ના મેદાનમાં પીચ-મેદાન સિવાયના ફરતેની ખાલી જગ્યાઓમાં સરકાર દ્વારા નતનવા બિલ્ડીંગો બનાવવામાં આવી રહ્યા હોય, સમગ્ર જામનગરમાં ક્રિકેટપ્રેમીઓ, યુવા ખેલાડીઓ સહિત આમજનતામાં રોષની લાગણી ફેલાઈ હતી.

આ પ્રશ્ને જામનગરથી સિનિયર ક્રિકેટર સહિતના પ્રતિનિધિ મંડળે રાજ્ય કક્ષાની મંત્રી હકુભા જાડેજા સાથે ગાંધીનગર જઈ રમતગમત મંત્રી ઈશ્વરભાઈ પટેલ સમક્ષ રૃબરૃમાં વિસ્તૃત રજૂઆત કરી હતી.

આ તકે મંત્રી ઈશ્વરભાઈ પટેલે ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ સાથે જણાવ્યું હતું કે, જામનગરના ક્રિકેટ બંગલાના મેદાનમાં ક્રિકેટની રમત ચાલુ જ રહેશે અને સ્પોર્ટસ મ્યુઝિયમ બનશે નહીં તેવી ખાતરી પણ આપી હતી.

close
Ank Bandh
close
PPE Kit