દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલા-મહાકુંભ

ખંભાળીયા તા. ૧૫ઃ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત કલામહાકુંભ-૨૦૧૯-૨૦નું તાલુકા કક્ષાએ આયોજન કર્યું છે. જે મુજબ ખંભાળીયા તાલુકામાં તા. ૧૭ અને ૧૮-૧-૨૦૨૦ માધવ શૈક્ષણિક સંકુલ, ભાણખોખરી (કન્વીનર આચાર્ય, માધવ શૈક્ષણિક સંકુલ મો. ૯૮૭૨૫૬૯૮૨૧૧), ભાણવડ તાલુકામાં ૧૭ અને ૧૮-૧-૨૦૨૦ બીઆરસી ભવન ભાણવડ (કન્વીનર બીઆરસી ભાણવડ મો. ૯૦૧૬૯૦૫૭૦૮), દ્વારકા તાલુકામાં તા. ૧૬ અને ૧૭-૧-૨૦૨૦ પીવીએમ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારકા, (કન્વીનર આચાર્ય પીવીએમ ગર્લ્સ સ્કૂલ મો. ૯૪૨૬૪૭૩૨૮૭) અને કલ્યાણપુર તાલુકામાં ૧૫ અને ૧૬-૧-૨૦૨૦ એલએનપી હાઈસ્કૂલ ભાટીયા, (કન્વીનર આચાર્ય એલએનપી હાઈસ્કૂલ મો. ૯૪૨૮૩૨૦૦૧૧)માં યોજાશે. ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થી કે કલાકારોએ જે તે તાલુકાના કન્વીનરનો સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit