જામનગરની સેન્ટ્રલ બેંકની મુખ્ય શાખા પ્રત્યે ગ્રાહકોમાં રોષ

જામનગર તા. ર૩ઃ જામનગરની સેન્ટ્રલ બેંકની મુખ્ય શાખામાં ખાતેદારોને હાલાકી પડતી હોવાની ફરિયાદો અવાર-નવાર ઉઠતી રહે છે. લોકડાઉનના સંકટમાં પણ બેંકની મનમાની સમાન કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. બેંકમાં ખાતેદારોને તેમની પાસબુકમાં આર્થિક વ્યવહારોની એન્ટ્રી કરી દેવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. જેને પગલે બેંકના ખાતેદારોમાં બેંક પ્રત્યે આક્રોશની લાગણી ફેલાય છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit