Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તાલુકામાં આવેલા
સડોદર તા. ૯: જામજોધપુર તાલુકાના સડોદર ગામના કોઝ-વેની ર૦૧૮ ના વર્ષ પછી તરણ વખત માપણી કરવામાં આવી છે. આ કોઝ-વે ઊંચો બનાવવાની ખાસ જરૂર છે.
જામનગરના સાંસદ પૂનમબેન માડમને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, જામનગર-ફૂલનાથ માર્ગના કોઝ-વેને ઊંચો લેવાની જરૂર છે. વર્ષ ર૦ર૦ માં માર્ગ-મકાન વિભાગમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. બે વર્ષ પહેલા રૂ।. પ૮૪ કરોડ જાહેર પણ કરવામાં આવ્યા હતાં, છતાં હજુ સુધી આ કામ શરૂ થયું નથી.
ઉપરાંત વધુમાં માગણી કરવામાં આવી છે કે, સડોદર બસ ડેપોનો ઢાળિયો બે મીટર નીચે ઉતારવાની જરૂર છે. આથી ટ્રક સહિતના ભારે વાહનોનો અકસ્માત થવાનો ભય છે.
બે વર્ષ પહેલા મૂળુભાઈ બેરા વન-પર્યાવરણ મંત્રી હતાં ત્યારે ફૂલનાથ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે મંજુર કરી તેના માટે રૂ।. ૮.પ૦ કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. તે અંગે મૂળુભાઈ બેરાએ જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ તમામ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવો જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial