| | |

નકલંક રણુજાના સ્થાપના દિવસની સાદાઈથી ઉજવણીનું આયોજન

જામનગર તા. ૨૩ઃ અલીયાબાડા સ્થિત નકલંક રણુજાની સ્થાપનાના સાંઈઠમાં વર્ષની ઉજવણી લોકડાઉનના નિયમોનુસાર સાદાઈથી કરવામાં આવશે. તેમ મહંત રામદાસ બાપુએ જણાવ્યું છે. તા. ર૪-પ-ર૦ર૦ ના દિને ૬૦ મા વર્ષની ઉજવણીમાં આ પાવન જગ્યામાં માત્ર અંતેવાસીઓ દ્વારા પૂજન, અર્ચના, ધજા વિગેરે ધાર્મિક વિધિ ખૂબજ મર્યાદિત સંખ્યામાં અને સાદાઈથી કરવામાં આવશે. હાલની કોરોના મહામારીના સંદર્ભમાં સૌના તથા વિશ્વકલ્યાણાર્થે સર્વે ભાવિકો તેમના ઘરે રહીને ઈષ્ટદેવની પ્રાર્થના કરે તેવો અનુરોધ મહંતે કર્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit