જામનગરના શ્રી જૈન કન્યા વિદ્યાલયની ઉત્કૃષ્ટ કામગીરીઃ અત્યાર સુધીમાં ૩ર૦૦ વીડિયો દ્વારા ઓનલાઈન શિક્ષણ

જામનગર તા. ૧૭ઃ જામનગરમાં હાલાર કેસરી પ્રાચીન સાહિત્યોદ્વારક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજિનેન્દ્રસુરીજી મ.સા.ની પ્રેરણાથી વર્ષ ૧૯૯૭ માં નિર્માણ પામેલ ૪પ, દિગ્વિજય પ્લોટમાં આવેલ શ્રી જૈન કન્યા વિદ્યાલયએ કોરોનાકાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી આફતને અવસરમાં  પલ્ટાવાનું ઉદાહરણ રજૂ કર્યું છે. શાળાના ટ્રસ્ટી હિમતલાલ શાહ તથા કમિટી મેમ્બર કલાબેન શાહની પ્રેરણાથી સંસ્થા લોકડાઉનના પ્રારંભિક દોઢ મહિનામાં જરૃરિયાતમંદોને અનાજ કીટના વિતરણ ઉપરાંત ફરજ બજાવતા પોલીસકર્મીઓને ચા-નાસ્તો આપવાની તથા સેનેટાઈઝર વિતરણ સહિતની સેવાપ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

બાલમંદિરથી ધો. ૧ર સુધીના અભ્યાસની સુવિધા ધરાવતા જૈન કન્યા વિદ્યાલયમાં સરકારની ગાઈડલાઈન અનુસાર જૂન મહિનાથી જ ઓનલાઈન શિક્ષણ શરૃ થઈ ગયું હતું. ધો. ૧ થી ૪ મા દરેક વિષયોના તથા ધો. પ થી ૧ર મા નિયમિત નિશ્ચિત સમયનું શૈક્ષણિક કાર્ય ટાઈમટેબલ અનુસાર ઓનલાઈન કરવામાં આવ્યું છે. ધો. પ થી ૧ર મા ૧રપ જેટલી યુનિટ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવી છે તેમજ શાળા પ્રવેશ, બોર્ડના ફોર્મ, સ્કોલરશીપ, નોટ ચેકીંગ, મૂલ્યાંકન કસોટી વગેરે કાર્યો પણ ઓનલાઈન કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૩ર૦૦ વીડિયો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું છે.

ઓનલાઈન શિક્ષણ કાર્યમાં શિક્ષકોએ નિભાવેલ ઉત્કૃષ્ટ ફરજ બદલ સંસ્થાના હોદ્દેદારોએ શિક્ષકોનો પણ ઋણસ્વીકાર કર્યો છે. શાળા સંચાલક મંડળ દ્વારા શાળાને આર્થિક સહયોગ પણ પૂરો પાડ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓ પૈકીના ૩૦ ટકા જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રથમ ફી ભરીને શાળાને આર્થિક ટેકો પૂરો પાડેલ છે. અન્ય વાલીઓ પણ આ મુદ્દે અનુકરણ કરે તેવી અપેક્ષા શાળા સંચાલકોએ વ્યક્ત કરી તમામ શિક્ષકો તથા વાલીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

close
Ank Bandh
close
PPE Kit