Advertisement

જામનગરમાં વરસાદથી ભારે તારાજી થતા અસરગ્રસ્તોને સહાય આપવા માંગ

જામનગર તા. ર૪ઃ જામનગરના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે વોર્ડ નં. ૧ માં એકડે એક બાપુની દરગાહ વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. વોર્ડ નં. ર માં પુનિતનગર, જલારામ પાર્ક, સોનિયાનગર, મેહુલ પાર્ક અને કે.પી. શાહની વાડી માજોઠીનગર, મોમાઈનગર, વોર્ડ નં. ૪ માં ભીમવાસ, ઈન્દિરા સોસાયટી, મધુવન સોસાયટી, નાઘેડવાસ, હનુમાન  ચોક, ખડખડનગર, વિનાયકપાર્ક, શક્તિપાર્ક નદીના કાંઠે, ક્રિષ્નાપાર્ક, દ્વારકેશ પાર્ક, વોર્ડ નં. ૧૦ માં વાઘેરવાડ, ભોઈવાડો, આશાપુરા મંદિર, માતંગફળી, વોર્ડ નં. ૧માં મહાપ્રભુજીની બેઠક વિસ્તાર, ગુલાબનગરમાં નીચાણવાળા વિસ્તારો, વોર્ડ નં.૧રના તમામ વિસ્તારો, વોર્ડ નં. ૧૩ માં બાઈની વાડી વિસ્તાર, વોર્ડ નં. ૧ માં પટેલ પાર્ક, મારૃકંસારાની વાડી પાછળની સોસાયટીઓ મહાવીર સોસાયટીમાં લોકોના ઘરનો પ્રથમ માળ, પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેમાં લોકોની ઘરવખરી ઈલેક્ટ્રોનિક ઉપકરણ, ઘરમાં રાખેલું અનાજ, સાહિત્ય અને પશુધન સહિત આઠથી નવ લોકો મોતને ભેટયા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લોકોનું જીવન દોહીલું બન્યું છે, અને ઉપરથી પુર પ્રકોપે લોકોને બેહાલ કર્યા છે.

નગરજનોની સમસ્યાને ધ્યાને રાખીને અસરગ્રસ્તોને તાકીદની અસરથી સહાય આપવા અંગે જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જાડેજા વિરેન્દ્રસિંહ (દિગુભા) એ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit