| | |

વિનામૂલ્યે શ્વાસ રોગ નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન

જામનગર તા. ૯ઃ જામનગરના સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડલ દ્વારા શ્વાસ રોગ પીડિત દરદીઓ માટે તા. ૧૩.૯.ર૦૧૯ ના રવિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે વિનામૂલ્યે નિદાન ચિકિત્સા કેમ્પનું બે સ્થળે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરકંડા રોડ, કાલાવડ નાકા બહાર શિરડી સાંઈ ધામ, બાલનાથ મહાદેવ મંદિર તેમજ ગાંધીનગરમાં આવેલ શિરડી સાંઈ ધામમાં આ ચિકિત્સા કેમ્પ યોજાશે. દર્દીઓને આથી સૂચના આપવામાં આવે છે કે, બપોરે ભોજન કર્યા પછી ખાલી પેટ રાત્રે આ કેમ્પમાં હાજર થવું. વધુ માહિતી માટે સાંઈ મહેશ્વર ચિકિત્સા સેવા મંડલના પ્રમુખ મોતિલાલ દાસવાણી (મો. ૯૪ર૭પ ૭૪૪૪૧) અથવા ઉપપ્રમુખ ડો. ઉમંગ પંડ્યા (મો. ૯૯૯૮૯ ૭૩પર૦) નો સંપર્ક કરવા જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit