Advertisement

જી.જી. હોસ્પિટલમાં કોરોના અને ફંગસના એક-એક દર્દીનું મૃત્યુઃ ગઈકાલે જિલ્લામાં નોંધાયો કોરોનાનો માત્ર એક કેસ

કોવિડ વોર્ડમાં ચાર દિ'માં આઠ દર્દીઓ વધ્યાઃ

જામનગર તા. ર૯ઃ જામનગરની કોવિડ હોસ્પિટલમાં વધુ એક દર્દીનું સારવારમાં મૃત્યુ થયું છે, તો ગઈકાલે સમગ્ર જિલ્લામાં માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ ઉપરાંત ફંગસની સારવાર હેઠળ રહેલા એક દર્દીનું પણ મૃત્યુ થયાનું જાણવા મળે છે. હાલ જામનગરની હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ર૧ અને ફંગસની સારવાર માટે ૧૯ દર્દી દાખલ છે. જામનગર શહેરમાં ગઈકાલે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો હતો.

દરમિયાન પોરબંદરના પ૩ વર્ષના દર્દી જયાબેન જયસુખભાઈ ચનુરાનું કોરોનાની સારવારમાં મૃત્યુ થયું હતું, જો કે તેમનો રિપોર્ટ હજુ આવ્યો નથી. હાલ કોવિડ હોસ્પિટલમાં ર૧ દર્દીઓ દાખલ છે. છેલ્લા ચાર દિવસમાં કોવિડ વોર્ડમાં દાખલ દર્દીની સંખ્યામાં પણ આઠ દર્દીનો ઉમેરો થયો છે.

જ્યારે ફંગસની સારવાર લઈ રહેલા જામનગરના ૬૭ વર્ષના પાર્વતીબેનનું પણ ગત્ રાત્રે મૃત્યુ થયું હતું. હાલ ફંગસના વોર્ડમાં કુલ ૧૯ દર્દીઓ દાખલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit