| | |

પંજાબ સરહદે ફરી દેખાયા બે પાકિસ્તાની ડ્રોનઃ શોધખોળ

ફિરોઝપુર તા. ૧૦ઃ પંજાબ સરકારે ફરીથી બે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. ગ્રામલોકોએ માહિતી આપ્યા પછી ક્રેશ થયેલા ડ્રોનની શોધખોળ કરવામાં આવી રહી છે.

પંજાબના ફિરોઝપુરમાં ફરી એક વાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું છે. ઝુંઝારા હજારા સિંહ નજીક આવેલા ગામમાં ગુરૃવારે સવારે બે ડ્રોન જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ડ્રોન ગામની સીમા નજીક ક્રેશ થઈ ગયું હતું. હાલ બીએસએફ અને પોલીસ ડ્રોનનો કાટમાળની તપાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસમાં ઘણી વખત પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં જોવા મળ્યા છે.

આ પહેલા આ જ સપ્તાહમાં સોમવારે રાત્રે પંજાબના હુસૈનીવાલા સેક્ટરમાં બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસી ગયા હતા. આ શંકાસ્પદ ડ્રોન રામલાલની હોર્ડર આઉટ પોસ્ટ અને હુસૈનીવાલાની એચકે ટાવર પોસ્ટ નજીક જોવા મળ્યા હતા અને એક કિલોમીટરની ઉંચાઈએ ઉડી રહ્યા હતા. પહેલું ડ્રોન ૧૦ વાગ્યાથી લઈને ૧૦.૪૦ વાગ્યાની વચ્ચે જોવા મળ્યું અને બીજું ડ્રોન રાત્રે ૧૨.૨૫ વાગે જોવા મળ્યું હતું.

બીએસએફએ સતત બીજા દિવસે મંગળવારે સવારે પણ બોર્ડર વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન ઘૂસ્યા હોવાની માહિતી આપી હતી. આ પહેલાં એક ઓક્ટોબરની રાત્રે પણ ફાજિલ્કાના સીમા વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન ઉડતા દેખાયા હતા. આ ડ્રોન ઘણી વખત ભારતીય વિસ્તારમાં ઘૂસ્યા હતા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit