Advertisement

મુખ્યમંત્રી વિજય રૃપાણી આજે દ્વારકામાં

આવતીકાલે સવારે જગતમંદિરે ધ્વજારોહણ-પૂજા-દર્શન

દ્વારકા તા. ર૧ઃ મુખ્યમંત્રી રૃપાણીનો આજે તા. ર૧ જુલાઈ ને બપોર પછી દેવભૂમિ દ્વારકા શિવરાજ બીચની સ્થળ મુલાકાત કરી વિકાસ કામોનું નિરીક્ષણ કરી જરૃરી માર્ગદર્શનનો કાર્યક્રમ છે, અને સરકીટ હાઉસ, દ્વારકામાં જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી, શિવરાજપુર બીચના કામો અને બેટદ્વારકામાં તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમિક્ષા બેઠક પણ છે. મુખ્યમંત્રી રૃપાણી તા. રર, જુલાઈ, ગુરુવારના સવારે જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન-પૂજા અર્ચના કરીને સાડાછ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી તેમના ધર્મપત્ની અંજલિબેન સાથે તારીખ ર૧ અને રર જુલાઈ-ર૦ર૧ ના દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે છે. આ કાર્યક્રમ અંન્વયે મુખ્યમંત્રીશ્રી તારીખ ર૧ જુલાઈ-ર૦ર૧ ના ૧૬-ર૦ કલાકે દ્વારકા સ્થિત હેલીપેડમાં ઉતરાણ પછી શિવરાજપુર બીચની મુલાકાત કરીને ત્યાંની પ્રવાસન સુવિધા અને બેટદ્વારકાના સિગ્નેચર બ્રિજની કામગીરીની સમિક્ષા પછી સાંજે ૧૭-૪પ કલાકે દ્વારકા સ્થિત સર્કિટ હાઉસમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે શિવરાજપુર બીચની પ્રવાસનની સુવિધા અને સિગ્નેચર બ્રિજની કામગીરી તથા કોરોના વાઈરસ કોવિડ-૧૯ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રસીકરણ અને સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીની કામગીરી અન્વયે વિશેષ ચર્ચાનો કાર્યક્રમ છે.

આ કાર્યક્રમ પછી મુખ્યમંત્રી દ્વારકા સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે તેમજ તારીખ રર જુલાઈ-ર૦ર૧ ના દ્વારકાધીશ મંદિરના દર્શન, પૂર્જા-અર્ચના કરીને સાડાછ કરોડ ગુજરાતીઓના સુખ-શ્રમૃદ્ધિ, પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરશે. તે પછી જામનગર જવા માટે રવાના થશે.

અમારા દ્વારકા પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે, તા. રર મીના સવારે દ્વારકાધીશજીના શિખર ઉપર ધ્વજારોહણ કરશે અને દ્વારકાધીશજીની પાદૂકાનું પૂજન કરી દર્શન કરશે. રૃપાણી તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત જ રાત્રિ રોકાણ દ્વારકામાં કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દ્વારકા અને બેટદ્વારકા તથા શિવરાજપુર બીચના વિકાસ માટે ખૂબ જ કામ કરી રહી છે અને હજારો કરોડના ખર્ચે બેટદ્વારકાના સિગ્નેચર બ્રિજ સહિતના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. જેનું સમગ્ર સંચાલન મુખ્યમંત્રી જાતે કરી રહ્યા હોય, જેથી તેની આજની મુલાકાત મહત્ત્વની બની રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓ સાથે ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit