Advertisement
Author: નોબત સમાચાર

સ્ત્રીઓ માટેના કાયદાઓનો દુરૂપયોગ એક વાસ્તવિકતા કે ભ્રમ?-કાયદાકીય ચશ્માથી નિરીક્ષણ

મહિલાઓ માટેના કાયદાઓઃ

સંરક્ષણ કે શસ્ત્ર?

આજના યુગમાં એક તરફ સ્ત્રીઓ માટે ઘરમાં અને સમાજમાં થતી ક્રૂરતા, દહેજની માંગ અને માનસિક યાતનાને કારણે આત્મહત્યા જેવા ગંભીર કિસ્સાઓ વધી રહૃાા છે, તો બીજીતરફ પુરૂષો પણ મહિલાઓ માટે બનાવેલા કાયદાઓના દુરૂપયોગને કારણે માનસિક તણાવમાં આવી આત્મહત્યા કરતા જોવા મળે છે. આ બાબતે કાયદાકીય અને સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણે વિશ્લેષણ જરૂરી બની રહૃાું છે.

મહિલાઓ માટે કાયદાઓની પાશ્વભૂમિ

હિતાચી રૂપે, કાયદાઓ મહિલાઓને સુરક્ષિત કરવાના હેતુથી બનાવવામાં આવ્યા છે, કારણ કે અતીતમાં મહિલાઓને અત્યંત શોષિત અને પીડિત વર્ગ માનવામાં આવતો હતો. ૪૯૮-એ, ઇન્ડિયન પિનલ કોડ, જે હવે ભારતીય ન્યાય સહિતની કલમ ૮૬ તારીખે ઓળખાઈ છે, ગૃહહિંસા અધિનિયમ (ડીવી એક્ટ), ભરણપોષણ, મેરિટલ રેપ વગેરે મહિલાઓ  માટે બનાવવામાં આવ્યા છે, કારણ કે ઘરગથ્થુ જીવનમાં થતી યાતનાનો પુરાવો કે દસ્તાવેજો ન હોવાને કારણે તેમનાં આક્ષેપોને પ્રથમ દૃષ્ટિએ સાચા માનવાની પરંપરા ઊભી થઈ.

દુરૂપયોગના કિસ્સાઓ અને

કોર્ટનો પ્રગતિશીલ અભિગમ

* ત્યાં સુધી બધું બરાબર છે, પણ આજે ઘણી વખત, આ કાયદાઓનો દુરૂપયોગ કરી પુરૂષોને બિનકારણ ફસાવવાની  ઘટનાઓ વધી રહી છે. જેને ધ્યાનમાં લઇ કાયદા એ પોતાનામાં એવો દુરૂપયોગથી કોઈ પીડિત ના રહે તેના માટે ઘણાં ફેરફાર લાવ્યા છે, જેમનામાંના અમૂક નીચે મુજબ છેઃ * સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે ઘણા બધા ચુકાદાઓ થી એવું પ્રસ્થાપિત કરી દીધું છે કે ૪૯૮-એ માં તાત્કાલિક ધરપકડ ન કરવી એન્ડ કોમિતિએ પૂરી તાપસ કાર્ય પછીજ કાર્યવાહી કરવી. પરિવારના દૂરનાં સગાઓને પણ નિર્દોષ સાબિત થવા સુધી રાહત મળે છે. * ગૃહહિંસા અધિનિયમ હેઠળ પણ રક્ષણ અધિકારી દ્વારા ફરિયાદની પ્રાથમિક પ્રમાણિકતા ચકાસવામાં આવે છે.

આ તમામ પગલા એ દર્શાવે છે કે કોર્ટ પણ આજે હકીકતની પારખ કરી રહી છે અને માત્ર સ્ત્રીનો આક્ષેપ કે ફરિયાદના આધારે કોઈ વ્યક્તિને દોષી ઠેરવી શકાતું નથી.

સંઘર્ષ-માનસિક તણાવઃ જવાબદારી કોણની?

કોઈપણ વ્યક્તિ જો આત્મહત્યા કરે છે, તો તે આપમેળે તેનું જીવનસફર છોડી દે છે. આનો અર્થ એ નથી કે તેનો જીવન સાથી સીધો જવાબદાર છે. આત્મહત્યા કરનારની માનસિક સ્થિતિ, તેના જીવનની પરિસ્થિતિઓ, અને અન્ય પરિબળો ખૂબ મહત્ત્વના છે. આજના યુગમાં માનસિક તણાવ અને ડિપ્રેશન વધ્યા છે, પણ લોકો એ અંગે ન એટલા જાગૃત છે, ન  સામાજિક દૃષ્ટિકોણથી તેને સ્વીકારે છે. કાયદાઓએ પુરૂષ અને સ્ત્રી બંને પક્ષોને સાંભળવા માટે પ્લેટફોર્મ આપ્યું છે, તો પછી કોઈ પણ પક્ષે તેને હથિયારની જેમ પણ ન વાપરવું જોઈએ, અને બીજા પક્ષે હાર માની આત્મહત્યા જેવો આકરો નિર્ણય ન લઇ લેવો જોઈએે.

કાયદાકીય લડત માનસિક હિંસા નથી. કોઈપણ વ્યક્તિને કાયદેસર તેનાથી થતા અન્યાય સામે લડવાનો અધિકાર છે. કોઈ એક પક્ષે કેસ ફાઈલ કરવો એ 'ક્રૂરતા' કે 'માનસિક હિંસા' કહી શકાય નહીં. સત્ત્વગત રીતે, કાયદાની પ્રક્રિયામાં સહભાગી થવું બંને પક્ષની ફરજ છે. ન્યાય મેળવતા ઘણીવાર થોડો વિલંભ થઇ છે, પણ વિલંભના લીધે પોતાના હક્કની લડાઈ છોડી દેવી ગેરવ્યાજબી છે. ન્યાય આપવામાં થતા વિલંભનો ભોગ બંને પક્ષકારો બને છે, અને આ વિલંભ ટાળવા માટે ન્યાયની પ્રક્રિયાની જાણકારી મેળવી એમાં સહકાર આપી સહભાગી થવું એજ એક માત્ર ઉપાય છે.

આજે, કોર્ટમાં લગ્નજીવન સાથે જોડાયેલા કેસોમાં મિડિયેશન અને સમાધાનના પ્રયાસો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. ટ્રેઈન્ડ મિડિયેટર્સ (જેમ કે વકીલો) બંને પક્ષને વાસ્તવિકતાનું આઇનો બતાવી શકે છે. આપસી સમજૂતી દ્વારા ઝડપથી વિવાદ ઉકેલવામાં આવે છે. સમાજ અને કુટુંબના પ્રયાસો નિષ્ફળ ગયા હોય, ત્યાં કોર્ટ સંચાલિત મિડિયેશન સારૃં પ્લેટફોર્મ બની શકે, અને એ માટે એમાં ભાગ લેવો અને તે સુવિધા નો ઉપયોગ કરવો ખૂબ આવશ્યક છે.

સ્ત્રીઓ અને પુરૂષો માટે

કાયદાકીય અધિકારો

સ્ત્રીઓ માટે ઉપલબ્ધ કાયદાકીય સુરક્ષા

(૧) દહેજ અને ગૃહહિસા સામે રક્ષણ. (૨) ઘરગથ્થુ હિંસા સામે ન્યાય. (૩) જીવનનિર્વાહ માટે પતિ પાસે ખર્ચ માગવાનો હક. (૪) અલગ થવા માટે વૈધ પદ્ધતિઓ.

પુરૂષો માટે કાયદાકીય સુરક્ષા

(૧) ૪૯૮-એ, ઇન્ડિયન પિનલ કોડ દુરૂપયોગ સામે કોર્ટ દ્વારા વહેલી રાહત. (૨) ડીવી એક્ટ અંતર્ગત પુરૂષો પણ ફરિયાદ કરી શકે છે (અલગ અલગ હાઈકોર્ટનાં વ્યાખ્યા મુજબ). (૩) ખોટા અને બદ ઇરાદે કરાયેલા કેસો માં હાઈ કોર્ટ માં કુર્મેશીંગ પિટિશન કરી ફોજદારી કાર્યવાહી રદ કરાવી શકાય. (૪) ન્યાયસંગત પરિસ્થિતિઓમાં પતિ પણ અલગ થવાની માંગ કરી શકે. (૫) પિતાને પણ સંતાનની કસ્ટડીનો અધિકાર છે, વધુમાં ભારતીય કાયદાઓ મુજબ પિતા નેજ બાળક નાં પહેલા વાલીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

સાંસ્કૃતિક અને કાનૂની જાગૃતિ જરૂરી!

જેમ જેમ કાયદા બદલાઈ રહૃાા છે, તેમ તેમ સમાજએ પણ સમજવું પડશે કે કાનૂની લડત એ ન્યાય મેળવવાનો માર્ગ છે, કોઈ એક પક્ષ માટે હથિયાર નથી. જાગૃતિ દ્વારા જ કાયદાનો દુરૂપયોગ અટકાવી શકાય. સોશિયલ મીડિયા પર ભ્રમિતને ગેરમાર્ગે દોરાવનાર માહિતીથી દૂર રહી, કાનૂની જાણકારી લેવી જોઈએ. વકીલ અને કાનૂની નિષ્ણાતો સાથે પરામર્શ લઈ યોગ્ય પગલાં ભરવા જોઈએ.

કોઈપણ ઘટના, ફરિયાદ કે રજુઆતમાં એકતરફી ચિત્ર જોવા કરતા સંપૂર્ણ ચિત્ર અલગ અલગ વ્યક્તિનાં દૃષ્ટિકોણથી જોઈ શકવાની, બધી પરિસ્થિતિ જોઈ પોતાનો મંતવ્ય બનાવની જાગૃતા અપડે આપડા સમાજમાં કેળવવી જોઈશે સ્ત્રીઓ માટે કાયદાઓ જરૂરી છે, પણ તેનો દુરૂપયોગ પણ થતો હોય છે.

કોર્ટ પણ હવે સમાન અને પ્રગતિશીલ અભિગમ અપનાવી રહી છે. ન્યાય મેળવવા માટે સહનશીલતા અને કાનૂની લડતનો સ્વીકાર મહત્ત્વનો છે.

કાયદો બંને માટે છે-સ્ત્રી માટે પણ અને પુરૂષ માટે પણ. જાગૃત રહો, કાયદાનું સન્માન કરો, અને તમારા હક્ક સમજીને તેનો સાચી રીતે ઉપયોગ કરો.

ધ્વનિ લાખાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh