જામનગરમાં આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનોનું કલેક્ટર-ડીડીઓ દ્વારા નિરીક્ષણ

કલેક્ટર રવિશંકર દ્વારા અને ડી.ડી.ઓ. વિપીન ગર્ગ દ્વારા સ્વીફટ માર્ટ, શાકભાજીની દુકાનો, રિલાયન્સ મોલ અને ગ્રેઈન માર્કેટની કરિયાણાની દુકાનોમાં તપાસ કરવામાં આવી. લોકોને દુકાન પર અંતર જાળવી વસ્તુઓ ખરીદવાનું સૂચન કરાયું તેમજ દુકાનના માલિકોને લોકોને અંતર જાળવવા રાઉન્ડ બનાવી લોકોને તેમાં ઉભા રાખવા સૂચના આપવામાં આવી. આ ફલાઈંગ વિઝિટમાં પ્રાંત અધિકારી હર્ષવર્ષનસિંહ સોલંકી, પુરવઠા અધિકારી કેયુર જેઠવા વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

close
Nobat Subscription