Advertisement

સમરસ ગ્રામ પંચાયતો માટે પ્રોત્સાહક યોજનાઓ જાહેર

જામનગર તા. રપઃ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સર્વ સંમતિ અને વિના વિરોધે થાય તો વિકાસ માટેનું હકારાત્મક વાતારવણ સર્જાય શકે અને ગામ કક્ષાએ સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતાથી સ્થાનિક પ્રજા વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લે તેવા ઉમદા અને શુભ હેતુથી ૧૯૯ર થી સમરસ ગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને સમરસ ગ્રામ પંચાયતને અપાતા અનુદાનમાં સતત વધારો કરી પ્રોત્સાહન આપવામાં આવે છે.

આગામી માસમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે, ત્યારે સરકાર દ્વારા સમરસ યોજનાના નવા પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યા છે.

સામાન્ય સમરસના કિસ્સામાં પ્રથમ વખત સમરસ બનનારી ગ્રામ પંચાયત (પ૦૦૦ સુધી વસતિ) ને રૃપિયા ૩ લાખ ઉપરાંત ધો. ૮ ની અગ્રીમતાથી સગવડતા આપવી તથા પ૦૦૧ થી રપ હજાર સુધીની વસતિવાળા ગામને રૃપિયા ૪ લાખ પ૦ હજાર ઉપરાંત ધો. ૮ ની અગ્રીમતાથી સગવડ બીજી વખત સમરસ થનાર ગ્રામ પંચાયતને પાંચ હજારની વસતિવાળી ગ્રામ પંચાયતે રૃપિયા ૩ લાખ ૭પ હજાર ઉપરાંત સી.સી. રોડ બનાવવા માટે ર લાખની સહાય તથા પ૦૦૧ થી રપ હજારની વસતિવાળી ગ્રામ પંચાયતને રૃપિયા પ લાખ ૭પ હજાર ઉપરાંત સી.સી. રોડ માટે રૃપિયા બે લાખની સહાય, ત્રીજી વખત સમરસ થનાર ગ્રામ પંચાયતને પ૦૦૦ સુધીની વસતિવાળી ગ્રામ પંચાયતો ૪ લાખ ૭પ હજાર ઉપરાંત વિકાસ કામો માટે રૃપિયા ત્રણ લાખની સહાય, તથા પ૦૦૧ થી રપ હજારની વસતિવાળા ગ્રામ પંચાયતને રૃપિયા ૭ લાખ ઉપરાંત વિકાસ કામ માટે રૃપિયા ૩ લાખ, ચોથી વખત સમરસ થનાર ગ્રામ પંચાયતને પ૦૦૦ સુધીની વસતિવાળી ગ્રામ પંચાયતને પ લાખ રપ હજાર ઉપરાંત વિકાસ કામ માટે રૃપિયા ૩ લાખની સહાય તથા પ૦૦૧ થી રપ હજારની વસતિવાળી ગ્રામ પંચાયતને રૃપિયા ૭ લાખ પ૦ હજાર અને ૩ લાખની વિકાસ સહાય પાંચમી વખત સમરસ થનાર ગ્રામ પંચાયતમાં પ૦૦૦ ની વસતિ સુધીની પંચાયતને ૮ લાખ ઉપરાંત વિકાસ કામ માટે રૃપિયા ૩ લાખ સહાય આપવામાં આવશે.

તેવી જ રીતે મહિલા સમરસના કિસ્સામાં પ્રથમ વખત સમરસના કિસ્સામાં પ૦૦૦ સુધીની વસતિવાળી ગ્રામ પંચાયતને રૃપિયા ૪ લાખ પ૦ હજાર, ઉપરાંત ધો. ૮ ની અગ્રીમતાથી સગવડ આપવી, પ૦૦૧ થી રપ હજારની વસતિવાળી પંચાયતને રૃપિયા ૭ લાખ ૭પ હજાર ઉપરાંત ધો. ૮ ની અગ્રીમતાથી સગવડ, બીજી વખત સમરસ થનાર પ૦૦૦ સુધીની વસતિવાળી પંચાયતને રૃપિયા પ લાખ ૭પ હજાર, ઉપરાંત સી.સી. રોડ માટે રૃપિયા ર લાખ, પ૦૦૧ થી રપ હજારની વસતિવાળી પંચાયતને રૃપિયા ૯ લાખ પ૦ હજાર ઉપરાંત સી.સી. રોડ માટે રૃપિયા ર લાખ, ત્રીજી વખત સમરસ થનાર ગ્રામ પંચાયતને પ૦૦૦ ની વસતિવાળી પંચાયતને રૃપિયા સાત લાખ ઉપરાંત વિકાસના કામો માટે રૃપિયા ૩ લાખની સહાય, ચોથી વખત સમરસ થનાર ગ્રામ પંચાયતને પ૦૦૦ સુધીની વસતિવાળી ગ્રામ પંચાયતને રૃપિયા ૭ લાખ પ૦ હજાર ઉપરાંત વિકાસના કામ માટે રૃપિયા ૩ લાખ, તથા પ૦૦૧ થી રપ હજારની વસતિવાળા ગ્રામ પંચાયતને ૧ર લાખ ઉપરાંત વિકાસ કામ માટે રૃપિયા ૩ લાખ, જ્યારે પાંચમી વખત સમરસ થનાર ગ્રામ પંચાયતમાં પાંચ હજાર સુધીની વસતિવાળી પંચાયતને રૃપિયા ૮ લાખ ઉપરાંત વિકાસના કામ માટે રૃપિયા ૩ લાખ, અને પ૦૦૧ થી રપ હજારની વસતિવાળી પંચાયતને ૧૩ લાખ ઉપરાંત વિકાસ કામ માટે ૩ લાખની સહાય આપવામાં આવશે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit