Advertisement

વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને તાળાબંધીનો પ્રયાસઃ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત

ખંભાળીયા તા. ૩૦ઃ દેવભૂમિ જિ.શિ. કચેરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા એન.એસ.યુ.આઈ. દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ મુદ્દા અંગે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને થાળી-ચમચી વગાડીને વિરોધ કરીને લોકડાઉનની સ્થિતિમાં કોરોના મહામારીના સંદર્ભમાં મધ્યમ, ગરીબ વર્ગના ધંધાર્થીઓના ધંધા બંધ છે ત્યારે પ્રથમ સત્રની ફી માફ કરવા, આરટીઈની પ્રક્રિયા ચાલુ કરવા તથા ફી માટે વાલીઓને દબાણ કરતી શાળાઓ સામે પગલા લેવા, ઓનલાઈન શિક્ષણનું ડીંડક બંધ કરવા આવેદનપત્ર આપીને ૪૮ કલાકમાં આ બાબતે યોગ્ય કરવા ચેતવણી આપી હતી.

ત્યાર પછી યોગ્ય નહીં થતા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઈ માડમની આગેવાનીમાં કાર્યકરો જિ.શિ. કચેરીને તાળાબંધી કરવા પહોંચતા પોલીસે તાળા બંધી કરે તે પહેલા અટકાયત કરી હતી. જિલ્લા એન.એસ.યુ.આઈ. પ્રમુખ દાનાભાઈ માડમની સાથે કોંગી અગ્રણીઓ દેવુભાઈ ગઢવી, રેખાબેન ખેતિયા, હિતેશ નકુમ, જતીન ગોસાઈ, દેવુભાઈ ગઢવી, રેખાબેન ખેતિયા, કંડોરીયા, દેવળ ચાવડા, નગા ચાવડા વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા, જેમની અટકાયત કરીને પાછળથી છોડી મૂક્યા હતા.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit