Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના બાઘલા ગામમાં ભાયુભાગની જમીનમાં બે વીઘા પર બેલડીએ જમાવ્યો કબજો

જામનગરમાં રહેતા ખેડૂતે નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: લાલપુરના બાઘલા ગામમાં જામનગરના એક આસામીને ૧૭ વર્ષ પહેલાં વારસાઈમાં મળેલી ભાયુભાગની જમીનમાં આ જ ખેડૂતના પરિવારના બે વ્યક્તિએ બે વીઘા જમીનમાં દબાણ કરી ગુન્હો આચરતા કલેક્ટર કચેરીની લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરવામાં આવી હતી. તે અરજી અન્વયે ફોજદારી ફરિયાદ નોંધાવવા સૂચના અપાતા આ ખેડૂતે લાલપુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે દબાણ કરનાર બેલડી સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી મયુર ટાઉનશીપમાં રહેતા મૂળ લાલપુરના બાઘલા ગામના રહેવાસી ગિરધરભાઈ ગોરધનભાઈ કથીરીયા નામના ખેડૂતની લાલપુર તાલુકાના બાઘલા ગામમાં રે.સ.નં.૧૩૧માં પાંચ વીઘા જેટલી જમીન આવેલી છે. આ જમીન તેઓને ભાયુભાગમાં વર્ષ ૨૦૦૯થી વારસાઈમાં મળી હતી. તે જમીનમાં નયન રમેશભાઈ કથીરીયા તથા વિમલ રમેશભાઈ કથીરીયા નામના બે બંધુએ બે વીઘા જમીનમાં દબાણ કરી કબજો જમાવી લીધો હતો.

હાલમાં મયુર ટાઉનશીપમાં રહેતા નયન રમેશભાઈ તથા દુબઈના કતારમાં રહેતા વિમલ રમેશભાઈએ કરેલા દબાણ અંગે ગિરધરભાઈએ કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંટ કમિટી સમક્ષ અરજી કરી હતી. તે અરજી અંગે પુરતી તપાસ કરવામાં આવ્યા પછી કમિટીએ કાયદા અનુસાર કાર્યવાહી કરવા સૂચના આપતા લાલપુર પોલીસ મથકમાં ગિરધરભાઈએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh