Advertisement

એકવીસ વર્ષથી પોલીસને હાથતાળી આપતો શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપયો

જામનગર તા. ૨૦ઃ ધ્રોલમાં નોંધાયેલા એકવીસ વર્ષ પહેલાંના મારામારીના ગુન્હામાં કાલાવડમાંથી એક આરોપીની પેરોલ ફર્લો સ્કવોડે અટકાયત કરી છે.

ધ્રોલ ૫ોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૦માં મારામારી અંગેનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં ભાવસીંગ ટિહિયા બારીયા નામના શખ્સની સંડોવણી ખુલી હતી. તે પછી આ આરોપી પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો.

ઉપરોકત આરોપી કાલાવડમાં આવ્યો હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કવોડના કાસમ બ્લોચ, ગજેન્દ્રસિંહ, લગધીરસિંહને મળતાં ત્યાંથી  આરોપીને અટકાયતમાં લેવામાં આવ્યો છે અને તેનો કબ્જો ધ્રોલ પોલીસને સોંપવામાં આવ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit