દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં રર હજારથી પણ વધુ કોરોનાના કેસઃ કુલ સાડા છ લાખ ભણી

૧૮,૬૦૦ થી વધુના જી ગયાઃ ૩.૯૪ લાખ સાજા થયાઃ

નવી દિલ્હી તા. ૪ઃ દેશમાં કોરોનાના એક જ દિવસમાં પ્રથમ વખત રર હજારથી વધુ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો સાડાછ લાખને આંબી રહ્યો છે. દેશમાં કોરોનાએ ૧૮,૬૦૦ થી વધુ લોકોનો ભોગ લીધો છે, જ્યારે ૩.૯૪ જેટલા દર્દીઓ સાજા થયા છે.

ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા સાડાછ લાખ નજીક પહોંચી ગઈ છે અને મૃતકોની સંખ્યા ૧૮,૬૦૦ ને વટાવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે છેલ્લા ર૪ કલાકમાં ૪૪ર લોકોના મોત થયા છે અને અત્યાર સુધીના સર્વોચ્ચ રર,૭૭૧ મામલા નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૬,૪૮,૩૧પ પર પહોંચી છે. ૧૮,૬પપ લોકોના મોત થયા છે. જેમાંથી ૩,૯૪,રર૭ લોકો સાજા થઈ ગય છે અને ર,૩પ,૪૩૩ એક્ટિવ કેસ છે.

કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા પછી કોરોના મહામારીથી સૌથી પ્રભાવિત દેશોમાં ચોથા સ્થાન પર છે. અમેરિકા પ્રથમ, બ્રાઝિલ બીજા અને રશિયા ત્રીજા ક્રમે છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શનિવારે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી ૯પ લાખ ૪૦ હજાર ૧૩ર થી વધુ ટેસ્ટ કરાયા છે. ૩ જુલાઈએ ર લાખ ૪ર હજાર ૩૮૩ ટેસ્ટ કરાયા હતાં, તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી ૧૧ હજાર ૩૦૦ વેન્ટિલેટર બનાવાયા છે. જેમાંથી ૬૧પ૪ વેન્ટિલેટર હોસ્પિટલને સોંપી દેવાયા છે. સાથે જ આખા દેશમાં ૧.૦ર લાખ ઓક્સિજન સિલીન્ડરની સપ્લાઈ કરાઈ છે.

બીજી બાજુ ડિફેન્સ કિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) એ દિલ્હીમાં બનીને તૈયાર થઈ રહેલી દેશની સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં ગલવાન શહીદોના નામથી વિવિધ વોર્ડનું નામકરણ કરવાનો નિર્ણય લીધો છે. છતરપુરમાં આવેલી આ હોસ્પિટલમાં એક સાથે ૧૦ હજાર દર્દીને રાખવાની ક્ષમતા છે. આ હોસ્પિટલના સંચાલનની જવાબદારી બે હજારથી વધારે આઈટીબીઆઈ જવાનો પાસે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit